કરો આ 4 વસ્તુઓનું સેવન, અને દૂર કરો આ બધી બીમારીઓને..

28 Sep, 2016

આપણે બધા જ્યારે કઠોર ડાયેટ પર હોઇએ છીએ ત્યારે આપણે હંમેશા ફેટવાળા ફૂડસને દૂર રાખીએ છીએ. જો કે આવુ કરવુ ખોટું છે કારણ કે કેટલાક ગુડ ફેટ પણ હોય છે જે આપણી બોડીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ગુડ ફેટનું કામ આપણી ત્વચા અને વાળને સ્વસ્થ રાખે છે તેમજ સાંધાને લચીલું પણ બનાવે છે. બીજી તરફ બેડ ફેટ અનહેલ્દી હોય છે અને કોલેસ્ટ્રોલ વધારે છે. તો આવો જાણીએ કેટલાક ગુડ ફેટ વાળા ફૂડસના નામ જે ખરાબ કોલેસ્ટ્રોલને શરીરમાંથી કાઢે છે અને આપણને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે.

એવાકોડો
એવાકોડોમાં મોનો સેચ્યુરેટ ફેટ હોય છે જેનાથી મગજ તેજ બને છે અને હાર્ટના રોગ થતા નથી. તેથી દરરોજ અડધો એવાકોડો તો ખાવો જ જોઈએ.

વર્જિન કોકોનટ ઓઇલ
જ્યારે પણ ડાયેટ પર રહીને વજન ઓછુ કરવાનું વિચારી રહ્યા હોવ તો તેલનો ખૂબ વિચારીને પ્રયોગ કરો. પણ ભોજન શુદ્ધ કોકોનટ ઓઈલમાં બનાવવાથી સારા કોલેસ્ટ્રોલમાં વધારો કરી શકો છો.

અખરોટ
અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ, પ્રોટીન, વિટામિન અને મિનરલ્સ હોય છે. આ શરીરમાં આવતા સોજાને ઘટાડવામાં મદદગાર હોય છે. આ ઉપરાંત એને ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે અને હૃદય અને ફેટી લીવરનો રોગ થતો નથી.

જેતૂનનું તેલ
જેતૂનના તેલમાં વિટામિન એ અને ઈ હોય છે. આ સાથે એમાં મેગ્નેશિયમ પણ હોય છે. જે ખરાબ કોલેસ્ટ્રોલના લેવલને પણ ઓછું કરે છે અને હાર્ટના રોગથી બચાવે છે.

Loading...

Loading...