માતાના મોત પછી પણ ન છૂટી મમતા, પડખામાં સુતો રહયો પ વર્ષનો માસુમ

14 Feb, 2018

 આ સમાચાર વાંચીને તમારા આંખમાં આંસુ આવી જશે. એક બાળક માટે માં શું હોય છે ? એ શબ્દોમાં કહી શકાય નહીં. આ એક અહેસાસ છે, જેને માત્ર મહેસુસ કરી શકાય. હૈદરાબાદમાં મા અને બાળકનો પ્રેમનો એક એવો અટૂટ બંધન જોવા મળ્યો. જેમાં મોત પણ અલગ ન કરી શકે. ઉસ્માનિયા હોસ્પિટલમાં દાખલ થયેલી માના બેડ પર પાંચ વર્ષની ઉમ્રનો બાળક બેફિકર થઇ સુઇ ગયો. એ વાતથી અજાણ કે હવે તેની માં આ દુનિયામાં નથી રહી.

૩૬ વર્ષીય સમીના સુલ્તાનાને તેના લવ ઇન પાર્ટનરે રવિવારે સાંજે ઉસ્માનિયા સરકારી હોસ્પિટલમાં બહાર ફેંકી દીધી હતી. તેની દેખભાળ કરવા માટે હોસ્પિટલમાં કોઇ હાજર પણ ન હતું. ડોકટરોની તમામ કોશિષ કરી છતાં હાર્ટએટેકથી તેની મોત થઇ ગઇ. તેના પતિ અય્યુબે તેને ત્રણ વર્ષ પહેલા છોડી દીધો હતો. તેના પ વર્ષના બાળક શોએબના ચહેરા પર માસુમયિત જોઇને કદાચ બધાના દિલનો ધબકાર ચુકી જાય. પોતાની માના શરીરથી ચિપકી રહેલો શોએબ કોઇ પણ પરિસ્થિતિમાં તેને છોડવા ન હતો માંગતો. હોસ્પિટલના કર્મચારી અને સ્વાસ્થ્ય સ્વયંસેવકોએ સમજાવાની ઘણી કોશિષ પછી પણ તેની મા આ દુનિયામાં નથી રહે એ માનવા તૈયાર ન હતો.
એક અંગ્રેજી ન્યુઝપેપર મુજબ, મુજતબા હસન અસકરી ઓફ હેલ્પિંગ હેંડ ફાઉન્ડેશનએ બતાવ્યું, રવિવારના લગભગ ૧૧.૩૦ વાગ્યે અમે હોસ્પિટલમાં મહિલા ચિકિત્સકના વિશે ખબર પડી, જેની હાલત ગંભીર હતી. પરંતુ તેની સાથે કોઇ હતુ પણ નહીં. અમારા આ વાલંટિયર ઇમરાન મોહમ્મદએ તેને હોસ્પિટલમાં ભરતી કરાવી. તે મહિલાનો પાંચ વર્ષનો બાળક તેની બાજુમાં સુતો રહયો, જયાં સુધી તેના મૃત શરીરને સ્મશાનગૃહમાં ન મોકલવામાં આવ્યો.
એનજીઓના વાલંટિયર ઇમરાન મોહમ્મદે બતાવ્યું, મહિલાની ગંભીર હાલત હતી. ડોકટરોએ તેને ભાનમાં લાવવા માટે સીપીઆર(કાર્ડિયોપલ્મોનરી રિસાસ્કિટેશન) કર્યો, પરંતુ તેની કોશિષ સફળ ન રહી. તેની લગભગ ૧૨.૩૦ વાગ્યે મૃત્યુ થઇ ગયું. જયારે મહિલાની મોત થઇ તો અમે તેના પ વર્ષના બાળકને તેના મૃત શરીરથી દુર કરવાની ઘણી કોશિષ કરી, પરંતુ તે રાત બે વાગ્યા સુધી માના મૃત શરીર સાથે ચોંટીને સુતો રહયો. ત્યાં સુધી શરીરનો શબગૃહ સુધી ન મોકલવામાં આવ્યો.