હસ્તમૈથુનવાળા સીન પર ખુલીને બોલી સ્વરા, આપણે આપણા રૂમમાં પણ કરીએ તો...

13 Jun, 2018

 કરીના કપુરની કમબેક ફિલ્મ વીરે દિ વેડીંગના બોકસ ઓફિસ પર સારી કમાણી કરી છે. ફિલ્મની ચારેય હિરોઇન કરીના, સોનમ, શિખા અને સ્વરા ભાસ્કરના અભિનયના બધાએ પ્રશંસા કરી છે. આ સિવાય ફિલ્મના એક સીનને લઇને રીલીઝના સમયથી જ વિવાદોમાં ઘેરાયેલી છે.

હકીકતમાં, એક સીનમાં સ્વરા ભાસ્કર માસ્ટરબેશન કરતી નજરે ચડે છે. તેના કારણે સોશ્યલ મીડિયા યુઝર્સએ તેને ઘણી ટ્રોલ કરી. કેટલાક લોકોએ કહયું સ્વરાને શરમ આવવી જોઇએ. આ આખા મામલા પર પહેલીવાર સ્વરાએ ખુલીને વાત કરી છે.

એક ઇન્ટરવ્યુમાં સ્વરાએ કહયું, ફિલ્મમાં માસ્ટરબેટ કરવું મેં ટેકિનકલી ખોટું નથી કર્યું, પરંતુ શરમ તો આવે જ ને. છોકરાઓ કંઇ પણ અને કયાંય પણ કરે, પણ અમે પોતાના બેડરૂમમાં પણ આવું કરીએ તો શરમ અનુભવવી પડે છે.

મહિલાઓની યૌન ઇચ્છાઓને અપરાધભાવની સાથે જોડી દેવામાં આવે છે. મહિલાઓની આવી ઇચ્છાઓની સાથે અપરાધભાવ આપણી સંસ્કૃતિએ જ નાખી દીધી છે. સ્વરાએ પોતાના પર ટ્રોલ થવા પર કહયું, મેં આવા લોકો પર ધ્યાન નથી દેતી જેના વિચાર ટુંકા અને પાખંડી છે.

મારી પાસે બેવકુફોની સાથે વાત કરવાનો સમય નથી. હું એવા લોકોને નજરઅંદાજ કરું છું. હાલમાં ફિલ્મની સફળતાને એન્જોય કરી રહી છું. જણાવી દઇએ કે સ્વરાના આ સીનને સોનમ અને કરીના કપુરનો પણ સપોર્ટ મળ્યો હતો.