ખાલી પેટે ચા પીસો તો આ બીમારીઓનો બનશો ભોગ

17 Aug, 2018

ઘણા લોકોને સવારે ઉઠીને તરત ખાલી પેટે ચા પીવાની આદત હોય છે. ઘણા લોકો ઉતાવળમાં તો ઘણા લોકો આદતને કારણે ચા સાથે નાશ્તો કરતા નથી. ઘણા લોકોને એમ પણ હોય છે કે, ચાની સાથે નાસ્તો લેવાથી ચાનો વાસ્તિવક ટેસ્ટ જતો રહે છે એટલે તેઓ માત્ર ચા જ પીવે છે. પણ શું તમે જાણો છો કે, ખાલી પેટે ચા પીવી કેટલું હાનિકારક સાબિત થાય છે, આજે તમને ખાલી પેટે ચા પીવાથી થનારી ગંભીર અસરો અને બીમારી વિશે જણાવવા જઈ રહ્યાં અને કદાચ આ જાણ્યા પછી તમે ક્યારેય ખાલી પેટે ચા પીતા ખચકાશો.

વાસ્તવમાં ચામાં રહેલું કેફિન ઘણી વખત શરીરનું પાણી ઘટાડી શકે છે અને પેટાના વાયુનું અધોગમન રોકી શકે જેને કારણે પેટ બગડે  અને કેટલીક વાર કેટલાક લોકોને પેટમાં ચાંદા પણ પડે છે. આ ઉપરાંત ખાલી પેટે ગ્રીન ટી પીવાથી પેટ સંબંધિત બીમારી અને ખાસ કરીને કબજિયાતની તકલીફ થઈ શકે છે.

કેટલીક વખતે પ્રમાણમાં ગ્રીન ટી લીવર કે કિડનીની તકલીફ ઉભી કરે છે. ગ્રીન ટી કેટલીક વાર ખૂબ જ વાર સુધી મોંમાં રહેવાથી અથવા વધારે વાર પીવાથી નુકસાનકારક છે. તે નુકસાન કરે છે કારણ કે તેમાં સામાન્ય ચાની સરખામણીમાં મોટી માત્રામાં કેફિન રહેલું છે.ટેનિક એસિડની આડઅસરમાં પેટની ગરબડ, ઉલટી ઉબકા અને લીવર બગડવાની શક્યતા વધે છે. નિયમિત રીતે ટેનિન વધારે હોય તેવાં વનસ્પતિજન્ય પીણાં પીવાથી નાકના કે ગળાના કેન્સરની શક્યતાઓ વધારે છે.