ફિલ્મ રિવ્યુઃ 'તેવર'

09 Jan, 2015

એક્ટર્સ- અર્જૂન કપૂર, સોનાક્ષી સિન્હા, મનોજ વાજપેયી
જેનર- એક્શન,લવ, ડ્રામા
ડિરેક્ટર- અમિત શર્મા
મ્યૂઝિક- સાજીદ-વાજીદ
સ્ટાર્સ- 3.5

પ્લોટ- એક્શન ફિલ્મમાં માસ્ટરી ધરાવતો અર્જુન ફરી એક વખત તેવરમાં જોવા મળશે. અમિત શર્માનું ડિરેક્શન અને અર્જુન કપૂરનું એક્શન દર્શકોને પસંદ આવી શકે છે. મુખ્ય વાત એ છે કે, ફિલ્મમાં અર્જુનના એક્શન ઉપરાંત મનોજ વાજપેયીનો અદભૂત અભિનય પણ જોવા મળશે.

વાર્તા-
પિન્ટુ શુક્લા(અર્જુન કપૂર) આગ્રાનો લોકલ કબડ્ડી ચેમ્પિયન છે. તે રાધિકા મિશ્રા(સોનાક્ષી સિંહા)ના એકપક્ષીય પ્રેમમાં છે. તે પ્રેમમાં દીવાનો છે. બીજી તરફ મથુરાના બાહુબલી નેતા ગજેન્દ્ર સિંહ(મનોજ વાજપેયી)નું ગામમાં ખૂબ જોર છે. ગજેન્દ્ર સિંહ પણ રાધિકા મિશ્રા પાછળ પાગલ છે.

રાધિકાને કોઇ પણ રીતે ગજેન્દ્રથી પીછો છોડાવવો છે. જે માટે પિન્ટુ રાધિકાની વહારે આવે છે. ત્યારપછી ગામના લોકલ કબડ્ડી ચેમ્પિયન પિન્ટુ અને બાહુબલી નેતા ગજેન્દ્રસિંહ વચ્ચે ઘમસાણ સર્જાય છે. દરમ્યાન રાધિકા ધીમે ધીમે પિન્ટુને પ્રેમ કરવા માંડે છે. ત્યારપછી ઘમસાણ વધુ તેજ બને છે.

એક્ટિંગ-

એક્ટિંગની વાત હોય તો મનોજ વાજપેયી દરેક પર ભારે પડે. એક શક્તિશાળી વ્યક્તિનું પાત્ર તેણે ખૂબજ અદભૂત રીતે અદા કર્યું છે. ફિલ્મમાં કોમેડિયનની કમી પણ તેમણે જ પૂરી કરી છે.  મનોજની સાથે અર્જુને પણ તેનો અભિનય સુંદરતાથી પ્લે કર્યો છે. તે એક એન્ગ્રી યંગ મેનનાં રોલમાં છે. જોકે સોનાક્ષીની એક્ટિંગ એટલી ખાસ નથી.ફિલ્મમાં રાજ બબ્બર SPનાં રોલમાં છે અને તેમણે પણ તે સુંદરતાથી નિભાવ્યો છે.

ડિરેક્શન-
30 સેક્ન્ડની કોમર્શિયલ બનાવતાં અમિતે 160 મિનિટની ફિલ્મ ખૂબજ સુંદરતાથી રજુ કરી છે. ફિલ્મનો કોન્સેપ્ટ જુનો છે પણ વાર્તાની થીમ ઘણી નવી છે. ફિલ્મની વાર્તાની સ્પીડમાં ઉતાર ચઢાવ છે. ફિલ્મમાં પ્રેમના પ્રતીક તાજમહેલને સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં લોકેશન સારી રીતે રજુ કરવામાં આવી છે.

મ્યૂઝિક-
ફિલ્મમાં સલમાન કા ફૈન... સોન્ગ છે જે અર્જુન કપૂર પર સુંદર છે. તે ઉપરાંત રાધિકા નાચેગી અને જોગનીયા પણ સાંભળવા મળશે.

કેમ જોવા જવું-
મનોજ વાજપેઈ અને અર્જુન કપૂરની એક્ટિંગ વખાણવા લાયક છે. આ ફિલ્મમાં એક વખત તો ખર્ચો કરી શકાય છે.