Entertainment

Movie Review: અ ફ્લાઇંગ જટ્ટ

રેમો ડિસોઝાની પાછલી ફિલ્મ્સે બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કર્યો છે. હવે તેણે ટાઇગર શ્રોફ સાથે સુપરહિરો ફિલ્મ બનાવી છે. કેવી છે આ સુપરહિરો ફિલ્મ... 

 
વાર્તાઃ
આ સ્ટોરી અમન ઉર્ફે ફ્લાઇંગ જટ્ટ (ટાઇગર શ્રોફ)ની છે. જે સ્કૂલના બાળકોનો માર્શલ આર્ટ ટીચર છે. અમનની જિંદગીમાં તેની મા(અમૃતા સિંહ)નું મોટુ યોગદાન છે. એક દિવસ કોઇ કારણોસર અમનની અંદર અદ્ભૂત શક્તિઓનો અહેસાસ થાય છે. માના કહેવાથી તે સુપરહિરોની ડ્રેસ પહેરીને લોકોની રક્ષા કરવા લાગે છે. સ્ટોરીમાં ત્યારે ટ્વિસ્ટ અને ટર્ન્સ આવે છે જ્યારે એક તરફ અમનને કિર્તી(જેક્લીન ફર્નાન્ડિઝ) સાથે પ્રેમ થઇ જાય છે. તો બીજી તરફ રાકા(નાથન જોન્સ)ના આતંકથી તેણે શહેરને પણ બચાવવાનું હોય છે. રાકા માત્ર મલ્હોત્રા(કે.કે.મેનન)નો આદેશ માને છે અને મલ્હોત્રા એ સોસાયટી પર કબજો જમાવવા માગે છે જ્યાં અમન અને તેનો પરિવાર રહે છે. સુપરહિરો અને વિલનના સંઘર્ષમાં શું થાય છે તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે...
 
ડિરેક્શનઃ
ફિલ્મનું ડિરેક્શન કમાલનું છે. રેમોએ ફિલ્મના અલગ અલગ એન્ગલને સારી રીતે દર્શાવ્યા છે. આ માટે ફિલ્મના સિનેમેટોગ્રાફર વિજય કુમાર અરોરા પણ શુભેચ્છાને પાત્ર છે. સ્પેશ્યિલ ઇફેક્ટને હજુ થોડા વધારે અસરદાર બનાવી શકાયા હોત. સ્ટોરીનો પણ અંદાજો લગાવી શકાય છે જેને હજુ રોમાંચક બનાવી શકાય હોત. ફિલ્મનો ક્લાઇમેક્સ ખૂબ નબળો છે. જેને જોઇને હસવું આવે છે અને થોડો નબળો આવે છે. જોકે, બાળકોને આ ફિલ્મ જરૂર પસંદ આવશે કારણકે તેમના માટે અનેક મેસેજ આ ફિલ્મના માધ્યમથી આપવામાં આવ્યા છે.
 
સ્ટાર કાસ્ટનું પર્ફોર્મન્સઃ
ફિલ્મમાં ટાઇગર શ્રોફે નોર્મલ અને સુપરહિરો એમ બન્ને રોલ સારી રીતે કર્યા છે. જેક્લીન અને નાથન જોન્સનો રોલ પણ સારો છે. અમૃતા સિંહ, કે.કે. મેનન અને બાકીના સહકલાકારનું કામ સહજ છે. શ્રદ્ધા કપૂર ફિલ્મનું સરપ્રાઇઝ પેકેજ છે.
 
સંગીતઃ
મ્યૂઝિક ફિલ્મ આધારીત રાખવામાં આવ્યું છે. સોશ્યિલ નેટવર્કિંગ સાઇટ્સ પર 'બીટ પે બૂટી' સોંગ ખૂબ ફેમસ થયું પરંતુ કેટલાક ગીત ફિલ્મને લાંબી બનાવે છે. જેને નાની બનાવી શકાઇ હોત.
 
ફિલ્મ જોવી કે નહી.?:
જ્યાં એક બાજુ સ્પાઇડરમેન અને સુપરમેન જેવી ફિલ્મ્સને બાળકો અને મોટાઓ પસંદ કરે છે તો આઇ ક્યૂ લેવલને હિસાબે આ ફિલ્મ બાળકોને જરૂર પસંદ આવશે અને ક્યાંક બાળકો જ આ ફિલ્મને બ્લોકબસ્ટર બનાવી દે તો નવાઇ નહીં.

Source By : Divyabhaskar

Releated Post