હોટલ અને રેસ્ટોરન્ટમાં કેમ આપવામાં આવે છે ફિંગર બાઉલ?

02 Aug, 2018

તમે કોઇ હોટલ કે રેસ્ટોરાંમાં જમવા જાવ છો. જમ્યા બાદ હાથ ધોવા માટે લીંબુ વાળુ નવશેકું પાણી આપવામાં આવે છે. જેને ફિંગલર બાઉલ કહેવામાં આવે છે. તમે જમ્યા બાદ એમાં હાથ ધોવો છો અને પછી ટિશ્યૂથી સાફ કરી દો છો. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ફિંગર બાઉલ કેમ આપવામાં આવે છે. શું આ કોઇ ટ્રેડિશન છે કે બીજું કંઇક. તમને જણાવીએ ફિંગલ બાઉલ આપવાની કહાની અને ઉપયોગ કરવાની સાચી રીત માટે. 

 
ફિંગર બાઉલ આપવાની મોટી રસપ્રદ સ્ટોરી છે. વાસ્તવમાં, પહેલા જમાનામાં જમ્યા બાદ ગળ્યું ખાધા બાદ ફિંગર બાઉલ આપવામાં આવતા હતા. કારણ કે જમ્યા બાદ હાથથી કપડાં પર કોઇ ડાઘા ના પડે. પરંતુ આજકાલ રેસ્ટોરાં અને હોટલ્સમાં જમ્યા બાદ અને ગળ્યું ખાતા પહેલા બાઉલ સર્વ કરવામાં આવે છે. 
 

 
લીંબુ વાળો ફિંગર બાઉલ કેમ?
તમે એક વાત ક્યારેય નોટિસ કરી છે કે દરેક ફિંગર બાઉલ્સમાં લીંબુ જ કેમ આપવામાં આવે છે. એવો કોઇ નિયમ કે રિવાજ નથી કે ફિંગર બાઉલમાં લીંબુ નાંખવું જરૂરી હોય., એમાં લીંબુ એટલા માટે નાંખવામાં આવે છે કારણ કે લીંબુમાં એન્ટી બેક્ટેરિયલ અને જમ્સ ખતમ કરનાર ગુણ રહેલા હોય છે. નવશેકા પાણીમાં લીંબુનો ટુકડો હાથમાંથી ખાવાની દુર્ગંધ દૂર કરે છે ઉપરાંત અદ્રશ્ય કીટાણુઓનો પણ નાશ કરે છે. એમાં રહેલા એસિડ તત્વ હાથમાં ખાવાના કારણ રહી ગયેલા તેલને નિકાળવા પણ મદદ કરે છે. 
 
ક્યાંથી આવ્યો ફિંગર બાઉલનો કોન્સેપ્ટ
વાસ્તવમાં ફિંગર બાઉલનો કોન્સેપ્ટ ખૂબ જૂનો છે. જૂના જમાનામાં રેસ્ટોરાં માલિક ફિંગર બાઉલ અને લાઇવ મ્યુઝિક દ્વારા એલિટ ક્લાસ કસ્ટમર્સને આકર્ષે છે. જ્યારે આપણા દેશમાં ઘણી જગ્યાએ જમ્યા બાદ ફિંગર બાઉલને સર્વનો રિવાજ છે. જો કે યૂએસમાં આ પ્રેક્ટિસ પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન જ ખતમ થઇ ગઇ છે. 
 

Loading...

 
ભારતીય ટ્રેડિશનની વાત કરીએ તો વાસણમાં હાથ ધોવા આપણા ત્યાં ખોટું માનવામાં આવે છે. કારણ કે આપણા ત્યાં વાસણને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. એટલા માટે ગંદા હાથને થાળી અથવા વાસણમાં ધોવા આપણા ત્યાં સાચું માનવામાં આવતું નથી. તો પણ આપણા દેશમાં કેટલીક રેસ્ટોરાંમાં ફિંગર બાઉલ સર્વ કરે છે જ્યારે હવેથી કેટલીક હોટલ્સ અને રેસ્ટોરાં સુગંધી અને ભીના નેરકિન્સ અથવા ટોવલ આપે છે.
 

 

Loading...