આમિર ખાનને છોકરીએ કરી ગજબ ડિમાન્ડ, હું તમારી સાથે સુવા માંગું છું, પત્ની કિરણ થીજી ગઇ

15 Jun, 2018

 આ દરમ્યાન આમિર ખાન પોતાની અપકમિંગ ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનની શુટીંગ કરી રહયો છે.

 

 

આ ફિલ્મ માટે આમિર ખાને એક અલગ લુક અપનાવ્યો છે. હાલમાં જ આમિર પત્ની કિરણ રાવની સાથે એક ટોક શોમાં પહોંચ્યો.

આ ટોક શો દરમ્યાન આમિર ખાને પોતાની જિંદગી અને ફિલ્મોને લઇને ઘણા ખુલાસા કર્યા. આમિરે કહયું, કોઇ મને પસંદ કરે છે આ જાણીને ઘણી ખુશી થાય છે. અહીં આમિરે પોતાની એક ફિમેલ ફેનનો ઉલ્લેખ કરતા રસપ્રદ વાત જણાવી.

 

 

આમિરે કહયું, મને તે લોકો પસંદ છે જે સીધા ફેસ પર બોલે છે. મને યાદ છે એક છોકીએ મને સીધું આવીને કહયું હતું, હું તમારી સાથે સુવા ઇચ્છું છું. આ સાંભળીને કિરણે આમીરને કહયું આ વાત તે મને જણાવી ન હતી.

જયારે આમિરે કહયું કે મેં જણાવ્યું હતું, ત્યારપછી શોના હોસ્ટે આમિરને પુછયુ કે પછી તમે શું જવાબ આપ્યો. આમિરે કહયું, મેં તેને સાફ ના પાડી દીધી. હું તે છોકરીની વાત સાંભળી ઘણો ઇંબૈરેસ હતો. હું શરમાઇ ગયો હતો.

 

 

આમિરે વધુમાં કહયું હતું કે, પરંતુ એ છોકરીથી ઘણો ઇમ્પ્રેસ હતો. આવું બોલવા માટે હિમ્મત જોઇએ છે. હું તેની હિંમતથી ઇમ્પ્રેસ હતો. અહીં આમીરની પત્નીએ જણાવ્યું કે તે હંમેશા તેનો ફોન ચેક કરે છે તે આમિરના બધા મેસેજ વાંચે છે.