FB પર આખું ગ્રૂપ સાથે જોઇ શકશે વીડિયો, ફેસબુકના Watch Party ફીચરને યૂઝ કરવાની પ્રોસેસ

29 Jul, 2018

 ફેસબુકે આખા વિશ્વના તમામ યૂઝર્સ માટે 'Watch Party'નામનું ફીચર લોન્ચ કર્યું છે. વોચ પાર્ટી ફીચર ગ્રૂપ માટે છે. આ ફીચર દ્વારા આખું ગ્રૂપ એક જ સાથે કોઇ લાઇવ કે રેકોર્ડેડ વીડિયો જોઇ શકશે. એટલું જ નહીં ગ્રૂપ વીડિયો જોતાં જોતાં કોમેન્ટ્સ પણ કરી શકશે. ફેસબુકે એક બ્લોગપોસ્ટમાં લખ્યું કે, એક વખત Watch Party શરૂ થયા પછી, યૂઝર્સ એક સાથે લાઇવ કે રેકોર્ડેડ વીડિયો જોઇ શકશે અને તે સમયે જ એકબીજા સાથે વાતો પણ કરી શકશે.

 
- હાલમાં આ ફીચર માત્ર ગ્રૂપ્સ પૂરતું જ સીમિત છે.
- ફેસબુકે કહ્યું છે કે, તેઓ ગ્રૂપ બહારના ફ્રેન્ડ્સ માટે પણ પાર્ટી વોચ ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે.
- ભવિષ્યમાં વોચ પાર્ટી માટે અલગ પેજ પણ બની શકે છે.
 
સૌથી પહેલા તમે જે ગ્રૂપના મેમ્બર હોવ તે ગ્રૂપ ઓપન કરો, ડેસ્કટોપ કે લેપટોપ પર તમને સામે જ Watch Party નો ઓપ્શન દેખાશે. ફેસબુક એપ પર ગ્રૂપ ઓપન કર્યા પછી Write Something પર ક્લિક કરશો તો 4-5 ઓપ્શન ઓપન થશે તેમાં વોચ પાર્ટી ઓપ્શન મળી જશે. Watch Party પર ક્લિક કરવું.
 

Loading...

 
Add Video લખેલું આવશે તેના પર ક્લિક કરવું.
 
ઓપન થતી નવી વિન્ડોમાં તમે સર્ચ કરીને પણ વીડિયો એડ કરી શકો છો. અમે અહીં મિશન ઇમ્પોસિબલ ફિલ્મનો વીડિયો સર્ચ કર્યો છે. જે વીડિયો પસંદ આવે ત્યાં Add to Queue લખેલું દેખાશે તેના પર ક્લિક કરવું. ધારો કે 3-4 વીડિયો જોવા હોય તો તે વીડિયો સર્ચ કરી તેના પર એડ ટુ ક્યૂ કરવું. વીડિયો સિલેક્ટ થઇ જાય પછી Done કરવું.
 
(1) તમે સિલેક્ટ કરેલો વીડિયો નીચે એક લાઇનમાં દેખાશે. (2) જો તમે વોચ પાર્ટી શરૂ કરવા તૈયાર હો તો POST પર ક્લિક કરો. ગ્રૂપમાં તમારા નામે વોચ પાર્ટી શરૂ થઇ જશે.
 
 

Loading...