ઘોર કળીયુગ : પોરબંદરમાં હેવાન બાપે ત્રણ સગીર દીકરીઓ ગુજાર્યો બળાત્કાર

10 Sep, 2018

 દેશમાં આવા બાપની પણ કમી નથી જે પોતાની ત્રણ ત્રણ દીકરીઓ જે હજુ સગીર છે તેના પર છેલ્લા પાંચ પાંચ વર્ષથી બળાત્કાર કરે છે.પોરબંદરમાં માતાનાં મૃત્યુ બાદ પિતાએ પોતાની સગી દીકરીઓ પર છેલ્લા પાંચ વર્ષથી બળાત્કાર ગુજારે છે. હવસખોર પિતા હાલ પોલીસ લોકપની હવા ખાય છે.

 

 

પોરબંદરનાં છાયા વિસ્તારમાં રહેતો એક પરિવાર કે જેના જેમાં ચાર બાળકોના પિતા અને તેની માતા કુલ 6 લોકો આ ઘરમાં રહેતા હતા. અને માતાનું 2013માં અવશાન થયા બાદ પિતા પોતાની સગીર વયની ત્રણ દીકરી અને એક સગીર પુત્રને જુનાગઢમાં અભ્યાસ કરવા માટે છોડીને આવ્યો હતો. બાદ આ નરાધમે પોતાની દાનત બગાડી અને પોતાની ત્રણ દીકરીમાંથી એક એક દીકરીને વારંવાર વાર તહેવારના બહાને ઘરે લાવતો અને તેની પર બળાત્કાર કરતો હતો.


ઉલ્લેખનિય છે કે જન્માષ્ઠમીના લોક મેળાના બહાને પોતાના ચાર સંતાન ત્રણ દીકરી અને એક દીકરાને તહેવારના બહાને નરાધમ બાપ ઘરે લાવ્યો હતો. અને સૌથી નાની ફૂલ જેવી દીકરી પર બળાત્કાર કર્યો હતો. જેથી નાની દીકરીને તકલીફ થવા લાગી ત્યારે તેણે તેની મોટી બહેનને સંપૂર્ણ વાત કરી હતી.

જેથી મોટી બહેને તેના સગીર ભાઈ સાથે વાત કરી અને ભાઈએ નરાધમ પિતાને સજા મળે તે માટે કમલાબાગ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી હતી. જેથી અત્યારે નરાધમ બાપ જેલની હવા ખાઇ રહ્યો છે.


આ ઘટનાને લઈને પોરબંદર તેમજ સમગ્ર દેશમાં રોષ ફાટ્યો છે. નરાધમ બાપને ફાસીની સજાની લોકો માંગ કરી રહ્યાં છે. આવા પાપી દુષિત અને નરાધમ પિતાને કડકમાં કડક જલ્દી સજા થાય તેવી માંગ ઉઠી છે.