શરીર માં હોઈ છે 4 પ્રકારની ચરબી , તમારા શરીર માં કેવી છે તે મુજબ ઉપાય કરો

14 Jul, 2018

 તમે શું ખાવ છો, કઈ રીતે ખાવ છો અને કેટલું ખાવ છો તેના આધારે તમારા શરીરનો એક ચોક્કસ આકાર બને છે. પણ તે બધા માટે સેમ નથી હોતો. કેટલાકને ટમી બહાર નીકળે છે તો કેટલાકને હિપ્સ તો કેટલાકને બાવડા પર ચરબી જામે છે. જોકે તમારા શરીર પર ચરબીનું આ અલગ અલગ રીતે જામવું સ્વતઃ નથી. તે મોટાભાગે આપણી લાઈફસ્ટાઈલના આધારે નક્કી થાય છે કે ચરબીના થર ક્યાં જમા થશે. આજે જાણો ચાર પ્રકારની બોડી ફેટ અને શા માટે તે આ જગ્યા પર જામે છે.

શું તમે ઘણીવાર ખૂબ સ્ટ્રેસ લ્યો છો? હા, માનસિક શાંતિ માટે તો તે ખરાબ છે જ પણ સાથે સાથે તમારા બોડી માટે પણ તે ખરાબ છે. સ્ટ્રેસ એટલે બોડીમાં કોર્ટિસોલનું વધુ પ્રમાણ અને આ કોર્ટિસોલ વિસરલ ફેટમાં ફેરવાય છે. જે તમારા પેટની આજુબાજુ ચરબીના થરની જેમ જામવાનું શરુ કરે છે. જો તમારે પણ આ જ પ્રકારની ફેટ હોય તો નિયમિત રીતે મેડિટેશન અને તમારા હેપ્પી હોર્મોન્સને વધારે તેવી એક્ટિવિટી કરો. આ સાથે માનસિક શાંતિ આપે તેવી જગ્યા અને કાર્ય કરો.

મિષ્ટાન્ન તમને બહુ ભાવે છે? તો આ પ્રકારની ફેટ જરુર હોય. કેમ કે જ્યારે તમે વધુ પડતી સુગર લો છો તેનાથી તમારા બોડીમાં વધુ પ્રમાણમાં ઇંસ્યુલીન પેદા થાય છે. જે તમારી વેસ્ટલાઈનની આસપાસ જમા થઈને ચરબીના થર જમા કરે છે. જો તમારે પણ બોડીમાં આ પ્રકારની ફેટ હોય તો તેને દૂર કરવા માંટે તમારા ખોરાકમાં એવા મસાલાનો ઉપયો કરો જે ખારાકની સુગરને ઓછી કરી નાખે. જેમ કે લસણ, ઓરેગાનો અને તજ. તેમજ કસરતમાં તમે પ્લાંક્સ અને ક્રન્ચીસ દ્વારા તમારા બોડીને ટોન કરી શકો છો.

જો તમારા બટ્સની આસપાસ ચરબીના થર જામ્યા હોય અને તમને હંમેશા PMSના લક્ષણો તીવ્રરીતે આવતા હોય તો તેનો મતલબ થઈ શકે કે તમારા બોડીમાં એસ્ટ્રોજનનું લેવલ ખૂબ ઊંચુ છે. જેને લીલા શાકભાજી ખાઈને કંટ્રોલ કરી શકાય છે. તેમજ જલ્દી ફાયદા માટે પગને બહારની તરફ રાખીને સ્ક્વોટ્સ કરો.

જો તમારા હાથના બાવળા પર ચરબીના સ્તર જામતા હોય તો સમજવું કે તમારામાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. બીજા પ્રકારના હોર્મોન્સથી વધતી ચરબીની જેમ આ પણ એક સમસ્યા છે. જેને ફિક્સ કરવા માટે ડાયેટમાં વિટામિન ડીને વધુ માત્રામાં સમાવેશ કરો. જેના માટે મશરૂમ ખૂબ જ ઉપયોગી થઈ રહેશે. જ્યારે વેજીટેરિયન્સ માટે ઓપ્શન ઓછા છે જેથી તેઓ વિટામિન ડી માટે બીજા સપ્લિમેન્ટ્સ અને દવાઓ પર આધાર રાખી શકે છે. તેમજ બોડીને ટોન કરવા માટે સ્ટ્રેન્થ એક્સર્સાઈઝ કરી શકો છો.