ક્યારેય વિચાર્યું છે ? શા માટે પંખાના 3 જ પાખીયા હોઈ છે ?

25 Jun, 2018

 ભારતમાં સીલિંગ ફેન (પંખો) મોટે ભાગે ત્રણ બ્લેડ સાથે મળે છે, જ્યારે અમેરિકા-કેનેડા અને અન્ય કેટલાક દેશોમાં પંખામાં ચારથી પાંચ બ્લેડનો ઉપયોગ કરવામાં આવે છે. આવું તેમની નવી ડિઝાઇન કે અલગ દેખાડવા માટે કરવામાં આવતું નથી, પણ તેની પાછળ એક કારણ છે.અમેરિકા કે અન્ય ઠંડા દેશોમાં લોકો પંખાનો એસીના પૂરક તરીકે ઉપયોગ છે. અહીં તેમનો હેતુ રૂમમાં હવા રાખવાનો હોય છે, અહીં તેઓ પંખાનો ઉપયોગ લોકોને કે ઠંડક આપવા માટે કરતા નથી. ચાર બ્લેડના પંખા ત્રણ બ્લેડની સરખામણીએ ધીમા ચાલે છે અને વધુ હવા ફેંકે છે.

 
ભારતમાં પંખા ઘરે-ઘરે ગરમીમાં રાહત મેળવવા માટે લગાવવામાં આવે છે. હળવા હોવાની સાથે તે તીવ્ર ગતિથી ચાલે છે અને એસીની સરખામણીએ વધુ વીજળી બચાવે છે. પંખા વજનમાં હળવા હોય અને તેની બેલ્ડ્સ ઓછી હોય ત્યારે જ સારી હવા ફેંકે છે. આ જ કારણને લીધે ભારતમાં ત્રણથી વધુ બ્લેડ ધરાવતા પંખાનો ઉપયોગ કરવામાં આવતો નથી.
 
ત્રણ બ્લેડ ધરાવતા પંખાથી વીજળીની બચત થાય છે. જો રૂમ વધુ મોટો ન હોય તો ચારે ખૂણા સુધી હવા પહોંચે છે. ઊલટાનું તે ચાર બ્લેડ ધરાવતા પંખાની સરખામણીએ ઓછી કિંમતમાં મળી જાય છે.