આકાશમાં જોવા મળી 'ભગવાનની આંખ'!, વાઈરલ થઈ રહ્યો છે VIDEO

14 Jul, 2018

 આકાશમાં ઘેરાયેલા વાદળો વચ્ચે ક્યારેક આપણને કોઈ આકૃતિ નજરે ચડતી હોય છે. ક્યારેક ઝાડ, તો ક્યારેક કોઈ જાનવર કે પછી ઈન્સાનની આકૃતિ જોવા મળી જતી હોય છે. ચીનના મંગોલિયામાં આકાશમાં એક અદભૂત નજારો જોવા મળ્યો. હકીકતમાં સૂરજની ચારેબાજુ વાદળા ઘેરાયેલા હતાં અને એવો આકાર બની રહ્યો હતો જાણે તે આંખ હોય.