સ્મોકીંગ કરતો દેખાયો હાથી, વીડિયો થયો વાયરલ

27 Mar, 2018

 શું તમે કયારે કોઇ હાથીને સ્મોકીંગ કરતો જોયો છે ? જોવાનો તો દુર કદાચ કોઇ આ વિચારી પણ ન શકે. પરંતુ આ દિવસોમાં સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહયો છે જેમાં એક હાથી પોતાની સુંઢથી ધુમાડો કાઢતો નજર આવી રહયો છે. આ વીડિયો ઝડપથી શેયર થઇ રહયો છે.

૪૮ સેકન્ડના આ વીડિયોમાં નજર આવી રહયું છે કે હાથી જંગલમાં સળગતી કોઇ વસ્તુ ઉઠાવીને ખાઇ અને ખાતા સમયે તે મોં માંથી ધુમાડો કાઢી રહયો છે. જો કે પછી ખબર પડી કે હાથી ચારકોલનો ટુકડો ખાઇ રહયો છે અને તે રાખને ઉડાડી રહયો છે જે ખાવાના સમયે તેની સુંઢમાં ચાલી ગઇ હતી.