કામ માટે એકટર પણ બનાવે છે પ્રોડયુસર સાથે શારીરિક સંબંધ

17 Feb, 2018

 એકતાના જણાવ્યા પ્રમાણે માત્ર પ્રોડયુસર જ યૌન શોષણ નથી કરતા, પરંતુ એકટર પોતે જ કામ મેળવવા માટે પોતાની સેકસુઅલિટીનો ઉપયોગ કરે છે.

હોલીવુડ પ્રોડયુસર હાર્વી વિંસ્ટીન પર યૌન શોષણના આરોપો પછી હવે બોલીવુડમાં પણ આ મુદા પર ખોલીનેે વાત થઇ રહી છે. હાલમાં જ એક ઇવેન્ટ દરમ્યાન એકતા કપુરે આ વિશે પોતાનો મંતવ્ય આપ્યો હતો. એકતાના કહેવા મુજબ, માત્ર પ્રોડયુસર જ યૌન શોષણ નથી કરતા, પરંતુ એકટર પોતે પણ કામ મેળવવા માટે પોતાની સેકસુલિટીનો ઉપયોગ કરે છે.
એકતાના મુજબ, ‘મને લાગે છે કે બોલિવૂડમાં પણ હાર્વી જેવા લોકો છે, પરંતુ આ મુદ્દે બીજું પાસું પણ છે, જેના વિશે લોકો વાત કરતા નથી. એ સાચું છે કે, ઇન્ડસ્ટ્રીમાં પ્રોડ્યુસર જેવા પાવરફુલ લોકો છે, જે પોતાના પાવરનો ખોટી રીતે ફાયદો ઉઠાવે છે, પરંતુ બીજી તરફ એક્ટર પણ છે, જેઓ કામ મેળવવા માટે પોતાની સેક્સ્યુઅલિટીનો ઉપયોગ કરે છે.’
એકતા કપૂરે એક ઉદાહરણ આપતા સમજાવ્યું કે, ‘એક એક્ટ્રેસ એક પ્રોડ્યુસરને રાતે 2 વાગ્યે મળે છે અને તેમની વચ્ચે સંબંધ બંધાય છે. પાંચ દિવસ બાદ તે પ્રોડ્યુસર પાસે કામ માગે છે અને પ્રોડ્યુસર ઇનકાર કરી દે છે, કારણ કે તે પર્સનલ અને પ્રોફેશનલ વસ્તુઓ અલગ અલગ રાખવા માગે છે. હવે આ મામલામાં પીડિત કોણ? હંમેશાં એવું સમજવામાં આવે છે કે, પાવરફુલ વ્યક્તિ વસ્તુઓનો ખોટો ફાયદો ઉઠાવે છે.