શા માટે ચાંદ જોઈને જ ઈદ મનાવવા માં આવે છે ?

16 Jun, 2018

વાસ્તવમાં ઈદ-ઉલ-ફિત્ર હિજરી કેલેન્ડર (હિજરી સંવત) ના દસમાં મહિના શવ્વાલ (શવ્વાલ ઉલ-મુકરર્મ) ની પહેલી તારીખે મનાવવામાં આવે છે. હિજરી કેલેન્ડર ઈસ્લામમાં ઘણુ પવિત્ર માનવામાં આવે છે કારણકે આની સાથે ઐતિહાસિક ઘટના જોડાયેલી છે. આ એ દિવસે શરૂ થાય છે જ્યારે હજરત મોહમ્મદ સાહેબે મક્કા શહેરથી મદીના તરફ પ્રવાસ કર્યો હતો.

 
હિજરી સંવત ચાંદ પર આધારિત કેલેન્ડર છે. આ સંવતના બાકીના અન્ય મહિનાની જેમ શવ્વાલ મહિનો પણ ‘નવો ચાંદ' જોઈને શરૂ થાય છે. જો આ મહિનાનો પહેલો ચાંદ ન દેખાય તો માનવામાં આવે છે કે રમજાન મહિનો હજુ પૂરો થયો નથી. એટલા માટે ઈદ તેના 24 કલાક પછી એટલે કે આગલા દિવસે મનાવવામાં આવે છે
 
મૂળ રીતે મુસલમાનોનો તહેવાર ઈદ ભાઈચારોને પ્રોત્સાહન આપવાનો તહેવાર છે. આ તહેવાર બધા ભેગા મળીને મનાવે છે અને ખુદાને સુખ-શાંતિ અને બરકત માટે દુઆ માંગે છે. ઈદના દિવસે મસ્જિદોમાં સવારની નમાજ પહેલા દરેક મુસલમાનની ફરજ છે કે તે દાન કે ભિક્ષા આપે. આ દાનને જકાત ઉલ-ફિત્ર કહે છે.