ડયુરેકસેએ પુછયું, શા માટે ૯૫ % ભારતીય નથી કરતા કોન્ડોમનો ઉપયોગ, લોકોએ આપ્યા આવા અજબ ગજબ જવાબ...

18 Aug, 2018

 કોન્ડોમ કંપની ડયુરેકસ પોતાના પ્રચારના અનોખા ઉપાય માટે ઘણી ફેમસ છે. તેની પ્રોડકટની બ્રાન્ડીંગની રીત ઘણી રસપ્રદ હોય છે.

એ વાત કોઇનાથી છુપાયેલી નથી કે આપણા દેશમાં કોન્ડોમ શબ્દ બોલતા જ લોકો એવી રીતે જુએ છે કે જાણે કોઇ અપરાધ કરી લીધો હોય.
 

એવામાં ડયુરેકસએ એક એવી ટવીટ કરી દીધી, જેના પર સોશ્યલ મીડિયામાં ઘણી ચર્ચા ચાલી રહી છે. ડયુરેકસે પોતાના આધાકારિક ટવીટર એકાઉન્ટથી ટવીટ કરી લખ્યું.

ભારતમાં લોકોને શું થઇ ગયું છે ? ૯૫ ટકા ભારતીય કોન્ડોમનો ઉપયોગ નથી ! અમે જાણવા માંગીએ છીએ શા માટે ?

તેના જવાબમાં લોકોના એવા એવા ટવીટ આવ્યા કે પોસ્ટ સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ ગઇ.