અંદર પાણીથી ભરેલા ટબમાં શ્રીદેવી ડુબી રહી હતી, બહાર ઉભેલા બોની કપુરને ખબર પણ ન પડી : દુબઇ પોલીસ

27 Feb, 2018

 શ્રીદેવીની પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા પછી તેની મોતના કારણથી લઇને સસ્પેન્સ બની ગયું છે લોકોના મનમાં ઘણા સવાલો ઉઠી રહયા છે. તેમાંથી આ પાંચ સવાલ અહમ છે, જેનો જવાબ જો મળી જાય તો કદાચ શ્રીદેવીના મોતનું સાચું કારણ પરથી પડદો ઉઠી શકે.

એકલી દુબઇમાં કેમ રોકાઇ હતી શ્રીદેવી ?

ખલીજ ટાઇમ્સમાં છપાયેલા સમાચારમાં કહેવામાં આવ્યું છે કે, લગ્ન સમારોહ પછી બોની કપુર નાની દીકરી ખુશી સાથે મુંબઇ પાછા આવી ગયો હતો. મૃત્યુના દિવસે બોની કપુર સરપ્રાઇઝ આપવા બીજી વાર દુબઇ આવે છે. આમાં મોટો સવાલ એ ઉઠે છે કે શું કારણ હતું કે શ્રીદેવી એકલી દુબઇમાં રોકાઇ હતી. જયાં સુધી શ્રીદેવીના જુના નિવેદન પર ધ્યાન દેવામાં આવે તો તે પોતાની દીકરી જાહનવીની ફિલ્મોમાં આવવાને લઇ ઘણી ગંભીર હતી. જાહનવી આ દિવસો મુંબઇમાં પોતાની ફિલ્મની શુટીંગમાં વ્યસ્ત હતી. એવામાં સ્વાભાવિક છે કે શ્રીદેવી કોઇ ખાસ કારણને કારણે દીકરીથી દુર રહેવાનો નિર્ણય કરી શકે છે.

પરિવારજનો ગયા પછી ૪૮ કલાક સુધી રૂમમાં કેમ બંધ રહી શ્રીદેવી ?

ગલ્ફ ન્યુઝ અને ખલીઝ ટાઇમ્સની રીપોર્ટમાં હોટલ કર્મચારીઓના જણાવ્યાનુસાર કહેવામાં આવ્યું છે કે પતિ બોની કપુર અને દીકરી ખુશીના ભારત ગયા પછી શ્રીદેવી ૪૮ કલાક સુધી હોટલના રૂમમાં બંધ હતી. જણાવવામાં આવી રહયુ છે કે પતિ બોની કપુર અચાનક તેણે સરપ્રાઇઝ દેવા આવે છે અને તેને ડિનર પર જવાનું કહે છે. શ્રીદેવી વોશરૂમમાં તૈયાર થવા જાય છે અને તેની સાથે આ દુર્ઘટના બને છે. મોટો સવાલ એ છે કે શ્રીદેવી ૪૮ કલાક સુધી હોટલની બહાર કેમ ન નીકળી ?

ડોકટરે કયા આધારે કહી હતી કાર્ડિયક અરેસ્ટની વાત ?

દુબઇના સ્થાનીય અખબારોમાં કહેવામાં આવ્યું છે કે પતિ બોની કપુરે જયારે શ્રીદેવીને બેભાન હાલતમાં જોઇ તો ડોકટરને બોલાવ્યા. ડોકટરે ચેકઅપ પછી શ્રીદેવીની મોત નેચરલ બતાવી અને કારણ કહયુ કે કાર્ડિયક અરેસ્ટ. એવામાં તે ડોકટરની પુછપરછ થવી જોઇએ કે તેમણે કયાં આધાર પર કાર્ડિયક અરેસ્ટની વાત કહી હતી. જયારે શ્રીદેવીની ડેડબોડી બાથટબમાં ડુબેલી મળી હતી.

પતિ અને દીકરીના ગયા પછી કોની કોની સાથે થઇ શ્રીદેવીની વાતચીત ?

કહેવામાં આવી રહયુ છે કે પતિ અને દીકરીના ભારત ગયા પછી શ્રીદેવી ૪૮ કલાક દુબઇમાં એકલી રહી. આ દરમ્યાન તે હોટલના રૂમમાંથી બહાર ન નીકળી. એવામાં શોધવાની જરૂર છે કે આ દરમ્યાન શ્રીદેવીએ કોની કોની સાથે ફોન પર વાતચીત કરી હતી. કોલ ડિટેલથી મોટો ખુલાસો થઇ શકે છે.

શ્રીદેવીના શરીરમાં કેટલી માત્રામાં ડ્રગ્ઝ હતો ?

પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે શ્રીદેવીના શરીરમાં અલ્કોહલની માત્રા હતી. અહીં એ શોધવાની જરૂર છે કે તેમના શરીરમાં કેટલી માત્રામાં અલ્કોહલ હતો. જો અલ્કોહલની માત્રા વધારે હતી તો મોટો સવાલ એ છે કે શ્રીદેવીને પોતે અલ્કોહલ લીધો હતો કે જબરદસ્તી અથવા સાજીસથી પીવડાવામાં આવ્યો હતો. અહીં એક સવાલ એ પણ છે કે શું બાથટબમાં પાણી ભરેલું હોવું ઇત્તેફાક હતો.