ચોંકાવનારો ખુલાસો : આઇપીએલ દરમ્યાન નશાની હાલતમાં રાજકોટમાં રસ્તાની કિનારા પર મળ્યો હતો ગ્લેન મેકસવેલ, માંડ માંડ બચ્યો હતો જીવ

26 Jul, 2018

 ગુજરાત ભારતનું ડ્રાય સ્ટેટ છે જયાં દારૂ પર પ્રતિબંધ છે પરંતુ આમ છતાં વર્ષ ૨૦૧૭માં ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મૈકસવેલ રાજકોટના રસ્તા પર નશાની હાલતમાં રસ્તા પર સાઇક ચલાવતો મળ્યો હતો.

આ  દરમ્યાન તે સાઇકલ પર પડી પણ ગો અને પાછળથી આવી રહેલા વાહનની ઠોકરે આવતા માંડ માંડ બચ્યો હતો. આ વાતનો ખુલાસો મુંબઇ મિરર અખબારે બીસીસીઆઇના સુત્રોના હવાલે કર્યો છે.
 

મૈકસવેલ આઇપીએલ ૨૦૧૮માં દિલ્હી ડેયરડેવિલ્સ તરફથી રમતો હતો. ગયા સીજનમાં તે કિંગ્સ ઇલેવન પંજાબનો મેમ્બર હતો. અખબારનો દાવો છે કે ગયા વર્ષે પંજાબ અને ગુજરાત લાયન્સની વચ્ચે મેચ દરમ્યાન આ ઘટના બની હતી. ગ્લેન મૈકસવેલ કોઇને પણ જાણ કર્યા વિના પોતાના હોટલ રૂમથી સાઇકલ લઇને નીકળી ગયો. રાજકોટમાં બંને ટીમોની વચ્ચે મેચ થવાનો હતો.

ગુજરાત ટીમના માલિકે મેચ પહેલા પોતાની ટીમને એક રીસોર્ટમાં પાર્ટી આપી હતી. રિસોર્ટ પંજાબની ટીમના હોટલથી થોડીક દુર જ હતું. પાર્ટીથી પાછા ફરતી વખતે રાતે મૈકસવેલ ઘણો નશામાં હતો. તે સાઇકલ ચલાવી શકતો ન હતો. નશાના કારણે તે સાઇકલ પડી ગયો. આ દરમ્યાન રસ્તા પર અન્ય વાહનની હડફેટે આવતા માંડ બચ્યો હતો.

મુંબઇ મિરરના બીસીસીઆઇના એક અધિકારીએ કહયું, અમે આ નિર્ણય લીધો હતો કે આ મામલામાં મીડિયામાં નહીં આવવા દઇએ. જો આ મામલો મીડિયામાં આવશે તો ઘણી બબાલ થશે. અમે ખબર ન હતી કે બીસીસીઆઇની એન્ટી કરપ્શન યુનિટે આ પર કઇ કાર્યવાહી કરી છે.

અધિકારીએ કહયું, મૈકસવેલને આ રીતે ગુજરાત લાયન્સની પાર્ટીં જવું ન જોઇએ. જો તેમણે જવું જો હતું તો ટીમ મેનેજરને બતાવીને પુરી સિકયોરીટી કવરની સાથે જવું જોઇતું હતું.