શિયાળામાં પીઓ બદામનું દૂધ, મળશે અઢળક ફાયદા

01 Dec, 2018

દરેક વ્યક્તિ જાણે છે કે દૂધ પીવું સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારી હોય છે. દૂધ પીવાથી શક્તિ આવે છે. દૂધમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ અને જરૂરી ન્યૂટ્રિએટ્સ હોય છે. તેમજ બદામ મગજને તેજ બનાવવાની સાથે આરોગ્ય પણ સારૂ રહે છે. જો આ બંન્નેનું સેવન એક સાથે કરવામાં આવે તો તેમના મળવાના ફાયદા બે ગુણા વધી જાય છે.

જો કે બદામનું ફળ ગરમ હોય છે. એટલા માટે શિયાળામાં બદામવાળું દૂધ પીવાથી શરીરને તાકત મળે છે અને શરીરને ઘણાં પ્રકારના ઇન્ફેક્શન અને રોગોથી દૂર રાખે છે.

બાળકો માટે પણ બદામવાળુ દૂધ ખૂબ ગુણકારી હોય છે. તેમનાથી બાળકનું મગજ તેજ રહે છે, શરીરમાં એનર્જી બની રહે છે અને સાથે જ શરદી-ખાસીથી બચી શકાય છે. આવો જાણીએ બદામવાળુ દૂધ પીવાના થતા ફાયદા વિશે...

હાર્ટ માટે ગુણકારી

તંદુરસ્ત જીવન માટે હૃદયનું સ્વસ્થ્ય હોવું અત્યંત જરૂરી છે. બદામવાળા દૂધમાં કોલેસ્ટ્રોલ નથી હોતુ પરંતુ તેમાં ઘણાં પ્રકારના ન્યુટ્રિએન્ટ્સ રહેલા હોય છે. જેમાં પોટેશિયમ પણ સામેલ હોય છે. બદામવાળું દૂધ હદયને સ્વસ્થ્ય રાખવામાં મદદગાર સાબિત થાય છે.

સ્કિનને સુંદર બનાવો

સ્કિનને સુંદર અને ચમકેલી બનાવવા માટે ઘણાં પ્રકારના વિટામિન અને મિનરલ્સની જરૂરત હોય છે. બદામવાળા દૂધમાં તે દરેક પ્રકારના મિનરલ્સ આવેલા હોય છે, જે સ્કિનમાં ચમક ઉત્પન્ન કરવાની સાથે સ્કિનને કોમળ બનાવે છે.

અંગને મજબૂત બનાવે છે

બદામવાળા દૂધમાં કેલ્શિયમ અને વિટામીન ડી પણ રહેલા હોય છે. તે અંગ અને દાંતને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા રાખે છે.

આંખોને સુરક્ષિત રાખો

બદામવાળા દુધમાં વિટામીન-એ હોય છે, જે આંખ સંબંધિત સમસ્યાઓને દૂર રાખે છે. એટલા માટે દરરોજ બદામવાળુ દૂધ અવશ્ય પીઓ જેથી તમારી આંખમાં તંદુરસ્ત રહે છે.

વજન ઓછું કરો

તમે જો તમારા વધતા વજનથી પરેશાન છે તો હવે બદામવાળા દૂધનું સેવન કરીને પણ તમારૂ વજન ઓછું કરી શકો છો. જો કે બદામવાળા દૂધમાં કેલેરી ખૂબ ઓછી હોય છે. બદામવાળા દૂધને ખાંડ વગર પીવાથી વજન ઓછું થાય છે. સાથે જ આ સ્નાયૂઓને મજબૂત બનાવે છે અને શરીરને એનર્જી પણ આપે છે.