રાખીએ પુછયું, સની લિયોનીને તુ પ્રેગેન્ટ કયારે થઇ અને બાળકો પેદા કયારે થયા ?

06 Mar, 2018

 બોલીવુડ એકટ્રેસ સની લિયોની હવે ત્રણ બાળકોની માતા બની ચુકી છે. સની અને તેના પતિ ડેનિયલ વેબરએ ટવિટર અને ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેયર કરીને આની જાણકારી આપી હતી. હાલમાં આ પર ઘણા લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે કે જયારે તે પ્રેગ્નેન્ટ ન હતી તો જુડવા બાળકોની મા કેવી રીતે બની ગઇ. સની ટ્રોલ કરવામાં ડ્રામા કવીન રાખી સાવંત પણ પાછળ ન રહી. રાખીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક વીડિયો દ્વારા પહેલા સનિને ત્રણ બાળકોની મા બનવા માટે અભિનંદન આપ્યા અને ત્યાર પછી એક પછી એક સવાલ પણ પુછયા, રાખીએ પુછયું, સની તુ પ્રેગ્નેન્ટ કયારે થઇ અને બાળકો કયારે પેદા કર્યા.

રાખી સાવંતે કહયું, હાય સની લિયોની, હું ઘણી ખુશ છું કે તે જુડવા બાળકોને જન્મ દીધો છે, તને ઘણી ઘણી શુભકામનાઓ... યાર મને ખબર પણ ન પડી કે તુ પ્રેગ્નેન્ટ કયારે થઇ અને બાળકો કયારે પેદા કર્યા ? ઘણી છાનુમાનું ચુપચાપ કરી લીધુ તે આ બધું. એક બાજુ લૈલા મે લૈલા ગીત પણ કરી લીધું અને બીજી તરફ બાળકો પણ પેદા કરી લીધા. અચ્છા તો જયારે એલ ઇ ગઇ હતી ત્યારે બાળકો પેદા થયા ? સારુ સાંભળ બાળકોની ઘણી સારી રીતે પરવરિશ કરજે, સારી સ્કુલ-કોલેજોમાં ભણાવજે, જેવી કડકડાટ તુ અંગ્રેજી બોલશ એવી જ અંગ્રેજી બાળકોને શિખવાડજે, આવી જ રીતે તુ બાળકો પર બાળકો પેદા કરી જા... આ બાળકોને તે ભારતમાં પેદા કર્યા છે કે વિદેશમાં ? કંઇ ખબર નથી. કાંઇ વાંધો નહીં સારુ કરી રહી છો તું કીપ રોકિંગ...

રાખીએ બીજો વીડિયો પણ પોસ્ટ કર્યો જેમાં તેણે કહયું, હવે તો તમારી પાસે ત્રણ બાળકો થઇ ગયા. તે લગ્ન પણ કરી લીધા અને હવે બાળકો પણ. યાર મેં તો હજુ સુધી એક ઉંદર પણ પેદા નથી કર્યો. કોઇને પકડવો પડશે હવે મારે, હવે તો મારે પણ કંઇક ને કંઇક પેદા કરવું પડશે.

રાખી આગળ કહે છે, યાર સની આજકાલ તો ડાન્સમાં, વાતોમાં અને દરેક વસ્તુમાં સ્પર્ધા થઇ રહી છે. હવે તો બાળકો પેદા કરવામાં પણ સ્પર્ધા શરૂ થઇ ગઇ છે. જેને જુઓ તે બાળકો પેદા કરી રહયા છે. હું પાછળ નહી રહું. હું પણ બાળકો પેદા કરીશ, હાં પરંતુ કોઇ મળવું તો જોઇને બાળકો પેદા કરવા માટે, પરંતુ હું પહેલા લગ્ન કરીશ, લગ્ન વિના થોડા કોઇ બાળકો પેદા કરે છે, એમ તો આજકાલ એ પણ ચાલી રહયું છે. હું શોધી રહી છું કોઇકને...

લોકોના આવી રીતના સવાલોના જવાબ દેવા માટે સનીએ પછી એક ટવીટ કર્યું. સનીએ લખ્યું, અહીં કોઇ ભ્રમમાં ન રહે એટલે બતાવું જરૂરી છે કે, અશર અને નોઆ અમારા બાયલોજીકલ બાળકો છે. અમે ત્રણ વર્ષ પહેલા આના માટે સરોગસી પસંદ કરી હતી. હવે અમારો પરિવાર પુરો થઇ ગયો છે.