આવતીકાલે છે ચંદ્રગ્રહણ, બપોર પહેલા જ કરી લો આ ઉપાય અને રાશિ મુજબ કરો આ વસ્તુઓનું દાન, થશે ભારે લાભ

25 Jul, 2018

 આવતીકાલે સદીનું સૌથી લાંબું ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે. ચંદ્રગ્રહણની શરૂઆત 27મી જુલાઈની મધ્ય રાત્રીએ 11:54 મિનિટે થશે જ્યારે આ ગ્રહણનો મોક્ષકાળ 28મી જુલાઈએ વહેલી સવારે 3:49 મિનિટ પર હશે. અત્યાર સુધીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ 1700 વર્ષ પહેલા પડ્યું હતું.

 

 
ગુરુ પૂર્ણિમાના દિવસે લાગનાર ચંદ્રગ્રહણ પર જાપ, તપ, દાનનું વિશેષ મહત્વ છે. મંદિરના બાબા કાંશીગિરિના પુરોહિત અને જ્યોતિષાચારય પંડિત પવન કોશિકે જણાવ્યું કે 27મીએ ગુરુ પૂર્ણિમા પર સૂતક લાગતા પહેલા ગુરુ પૂજન, ગુરુ દાન દક્ષિણા સહિતની વિધિ સંપન્ન કરી લેવી જોઈએ. બપોરે 2 વાગીને 54 મિનિટ પહેલા મંદિરના કપાટ બંધ કરી દેવામાં આવશે.
 
શ્રદ્ધાળુઓ સૂતક લાગતા પહેલા દેવી-દેવતાઓનાં દર્શન કરે અને ઘર તથા મંદિરમાં કોઈપણ દેવી-દેવતાની મૂર્તિને સ્પર્શ ન કરે. જ્યોતિષાચાર્ય પવન કૌશિકે જણાવ્યું કે મંદિરોના કપાટ બંધ કર્યા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે લોકોમાં નિયમિત મંદિર જવાને લઈને એક પ્રકારનો નિયમ અને શ્રદ્ધા ભાવના હોય છે. જે શ્રદ્ધાળુઓનો નિયમિત મંદિરે જવાનો નિયમ છે એમણે ગ્રહણની ખરાબ અસરથી બચાવવા માટે મંદિરોના કપાટ બંધ કરી દેવામાં આવે છે.
 
2018માં આ બીજો મોકો હશે જ્યારે ગ્રહણ સમયે બ્લડ મૂન દેખાય. ચંદ્રના લાલ રંગને કારણે તેને બ્લડ મૂન કહેવામાં આવે છે. ચંદ્રગ્રહણના સમયે જ્યારે સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવે છે તો સૂરજનો પ્રકાશ અટકી જાય છે. પૃથ્વીના વાતાવરણના કારણે પ્રકાશ ફરીને ચંદ્ર પર પડે છે અને આ કારણે જ ચંદ્ર લાલ રંગનો દેખાય છે. કહેવાય છે કે આ સમયે ચાંદો બહુ સુંદર દેખાશે.
 
ગુરુ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ હોવાના કારણે સૂતક લાગતા પહેલા જ ગુરુ પૂજન કરી લેવું જોઈએ. કેમ કે ગ્રહણથી 9 કલાક પહેલા સૂતક લાગશે. માટે અઢી વાગ્યા પહેલા ગુરુ પૂજન અને મંદિર દર્શન કરી લો તે જ શ્રેષ્ઠ રહેશે. બપોર પછી મંદિરોના કપાટ પણ બંધ થઈ જશે.
 
મેષ : ઘઉં અને ગોળનું દાન કરો. ગરીબોમાં અન્ન અને વસ્ત્રનું દાન કરો. મંગળનો સંબંધ લોહી સાથે હોય છે. લોહીદાન કરવાથી અનંત પૂણ્યની પ્રાપ્તિ થશે. ગાય માતાને રોટલી અને ગોડ ખવડાવવો.
 
વૃષભ : કોઈ ગરીબ અંધ વ્યક્તિને અન્ન દાન કરો. સુગંધિત પરફ્યુમ દાન કરો. ચોખા અને ખાંડનું દાન કરો. તમારી ક્ષમતા મુજબ સ્ટીલ કે ચાંદીનો એક ગ્લાસ મંદિરમાં ભેટ ચઢાવો.
 
મિથુન : વસ્ત્રનું દાન કરો. ગાયને પાલક ખવડાવો. મગની દાળ દાનમાં આપો. કપૂર અને ધૂપ અગરબત્તી દાનમાં આપો. માતાજીને ચાંદીના આભૂષણ ચઢાવો.
 
કર્ક : ચોખા અને ખાંડ દાન કરો. ગાયને લોટ ખવડાવો. એક ચાંદીનો ચંદ્રમા દાન કરો. મંદિરમાં તાંબાનું પાત્ર દાન કરો. એક તાંબાનો લોટો અને ગ્લાસ ચમચી સહિત મંદિરમાં દાન આપો.
 
સિંહ : ઘઉં અને ગોડનું દાન કરો. મંદિરમાં એક તામ્રપાત્રનું દાન કરવું. રક્તદાન કરો. ધાર્મિક પુસ્તકો વહોંચો. શિક્ષામાં ઉન્નતી માટે ગરીબ બાળકોમાં પુસ્તક અને પેનનું વિતરણ કરો.
 

Loading...

 
કન્યા : મગની દાળનું દાન કરવું. દેવી માતાના મંદિરમાં કપૂરનું દાન કરવું. ગરીબોમાં અન્ અને વિશેષકર વસ્ત્રનું દાન કરો. ધાર્મિક પુસ્તકોનું દાન કરવાથી પણ લાભ થશે.
 
તુલા : પરફ્યુમ અને સુગંધિત અગરબત્તી મંદિરમાં દાન કરો. શ્રી સૂક્તનું પુસ્તક માતા લક્ષ્મીના મંદિરમાં ભેંટ આપો.
 
વૃશ્ચિક : તામ્રપાત્રનું દાન તમારા યશ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરશે. રક્તદાન કરવું.
 
ધન : પીળા રંગનું વસ્ત્ર દાન કરો. ચણાની દાળ અને હળદરનું દાન કરો. ધાર્મિક પુસ્તકનું દાન શિક્ષામાં પ્રગતિ માટે આવશ્યક છે.
 
મકર : તલ, તેલનું દાન જરૂર કરવું. શ્રી હનુમાનજીના મંદિરે લાલ ચોલો ચઢાવો. ગરીબોને ભોજન કરાવો.
 
કુંભ : શનિ મંદિરમાં તલ ચઢાવો. લોઢાના પાત્ર દાનમાં આપો. ગરીબોમાં અન્ન અને વસ્ત્રનું દાન કરો.
 
મીન : ધાર્મિક પુસ્તકનું દાન તમારી પ્રગતિમાં સહાયક રહેશે. ગરીબ બાળકોમાં ફળ, પુસ્તક અને પેનનું વિતરણ કરો. ચણાની દાળનું દાન કરવું.

Loading...