પોર્નસ્ટાર સાથે રાત વિતાવ્યા પછી ટ્રંપે કહ્યું, દીકરી ઇંવાકાની યાદ આવી ગઇ

27 Mar, 2018

 અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ંરપને લઇને પોર્નસ્ટાર સ્ટોમી ડેનિયલ્સએ મોટો ખુલાસો કર્યો છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ંરની સાથે પોતાના સંબંધને લઇને પોર્નસ્ટાર સ્ટોમી ડેનિયલ્સએ એક ઇન્ટરવ્યુમાં લગભગ ૬૦ મિનિટની વાતચીત કરી હતી. આ દરમ્યાન ડેનિયલ્સએ કહયું કે તેમણે અસુરક્ષિત સેકસ કયુર્ંં હતું. ઇંગ્લીશ મીડિયાએ આ ઇન્ટરવ્યુને ધમાકેદાર બતાવ્યો છે. જો કે ડેનિયલ્સે કહયું કે ત શારીરિકરૂપથી ટ્ંરપથી આકર્ષિત ન હતી.

રવિવારે અમેરિકામાં એક ટીવી ચેનલના પ્રાઇમ શોમાં એક્સ એડલ્ટ સ્ટારે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેણે ટીવીના પ્રાઇમ શોમાં કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પે અફેર બાદ તેને ચૂપ રહેવા માટે ધમકી આપી હતી. આ ઇન્ટરવ્યુમાં ડેનિયલ્સે ટ્રમ્પ સાથે વિતાવેલી અંગત પળો વિશે વાત કરી. ડેનિયલ્સે કહ્યું, ટ્રમ્પે 2006માં તેની સાથે વિતાવેલી અંગત પળો માટે ક્યારેય ચૂપ રહેવા માટે નથી કહ્યું. આ બધી વાતનો બદલો 2011માં તેણે આખી વાત એક મેગેઝીનને વેચવા માટે 9.70 લાખ રૂપિયાનો સોદો કરવાનું વિચારીને લીધો.

ડેનિયલ્સે જણાવ્યું કે, જ્યારે એક દિવસ તે દીકરીની સાથે ફિટનેસ ક્લાસ માટે જઇ રહી હતી ત્યારે પાર્કિંગમાં તેની પાસે એક વ્યક્તિ આવ્યો અને તેણે કહ્યું કે, ટ્રમ્પને એકલો મુકી દે.  આ વ્યક્તિએ ડેનિયલ્સને ત્યાં સુધી ધમકાવી કે, કેટલી શરમની વાત હશે જો આ બાળકીને માતાને કંઇ થઇ જાય છે. સાથે જ તેણે બાળકી સામે જોઇને કહ્યું કે, આ બાળકી ખૂબ જ સુંદર છે.  શોના એન્કર કૂપરે પુછ્યું, તે આ ધમકીને કેવી રીતે લીધી. જવાબમાં ડેનિયલ્સે કહ્યું, તે દિવસે હું એટલી ગભરાઇ ગઇ હતી કે, વર્કઆઉટ ક્લાસમાં મારાં હાથ કાંપી રહ્યા હતા.

ડેનિયલ્સે વર્ષ 2006માં હોટલના સૂટમાં વિતાવેલી અંગત પળોને યાદ કરીને કહ્યું કે, આ મુલાકાત દરમિયાન ટ્રમ્પે કહ્યું કે, તું ખૂબ જ ખાસ છે. તને જોઇને મને મારી દીકરી ઇવાન્કાની યાદ આવે છે.  ટ્રમ્પે કહ્યું કે, તું ખૂબ જ સ્માર્ટ છે, સુંદર છે અને એવી મહિલા જેને હંમેશા માટે યાદ રાખવી જોઇએ.   ડેનિયલ્સે જણાવ્યું કે, આ દરમિયાન બંનેએ અસુરક્ષિત સેક્સ કર્યુ હતું.