૧ રૂપિયા ઓછી કેમ રાખવામાં આવે છે વસ્તુઓની કિંમત, તમે જાણો છો ?

20 Feb, 2018

 જો તમે નોટીસ કર્યુ હોય કે જયારે તમે કોઇ મોલ કે માર્કેટમાં જાવ છો તો ત્યાં રાખેલી વસ્તુઓની કિંમત કંઇક આ પ્રકારની હોય છે, જેમ કે ૯૯, ૨૯૯, ૪૯૯ અને ૯૯૯ વગેરે. આ પ્રાઇઝ ટેગ જોઇને શું કયારેય તમારામાં મનમાં સવાલ આવ્યો છે કે શા માટે વસ્તુઓની કિંમત ૧ રૂપિયા ઓછી રાખવામાં આવે છે ?

આ વસ્તુઓની કિંમત પુરી પણ રાખવામાં આવી શકે છે. જેમ કે ૧૦૦, ૩૦૦, ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયા. આવો જાણીએ આવ કેમ કરવામાં આવે છે ?
સાઇકોલોજીકલ માર્કેટીંગની સ્ટ્રેટેજી
આવુ કરવા પાછળનું સૌથી મોટુ કારણ સામે આવ્યુ છે તે છે કે કોઇ પણ વસ્તુની એક રૂપિયા ઓછી કિંમત નકકી કરવાથી સાઇકોલોજીકલ માર્કેટીંગની સ્ટ્રેટજી હોય છે. મનોવૈજ્ઞાનિક રીતે આવુ એ માટે કરવામાં આવે છે કારણ કે ગ્રાહક તે વસ્તુ ખરીદવા માટે આકર્ષિત થાય છે.
આ ટેકટસ પોઝીટીવ સાબિત થાય છે. આને તમે એવી રીતે લો, જેમ માની લો, તમે એક મોલમાં શોપિંગ કરો છો અને તમે એક જીન્સ લેવી છે અને તેની કિંમત લખી છે ૪૯૯ તો એકવાર માટે તમે તે ૫૦૦ સમજીને જ ખરીદી કરશો.
પરંતુ એ વાત પણ સાચી છે ઘણા ગ્રાહક એવા પણ હોય છે જે માત્ર વસ્તુની આગળની કિંમત જ જુએ છે, જેમ કે ૪૯૯ લખ્યા છે તો તે તેને ૪૦૦ રૂપિયા માનીને ખરીદી કરે છે. પરંતુ તો પણ તે તેમને ૪૯૯ જ દેશે. આ ગ્રાહકોને પોતાના તરફ આકર્ષિત કરવાની યુકિત છે.
કાળા ધનથી જોડાયેલું કારણ
કોઇપણ વસ્તુની પાછળ એક રૂપિયા ઓછુ રાખવાનું સેલરનો પણ ફાયદો હોય છે. તમે તો એક રૂપિયા સમજીને છોડી દો, પરંતુ શું તમે કયારેય વિચાર્યું છે કે આ એક રૂપિયાની પાછળ સેલર કેટલી બ્લેક મની જમા કરી દે છે ? આવો વિસ્તારથી જાણીએ....
માની લો કે ૧૦૦ સેલર્સની પાસે પ્રતિદિન ૧૦૦ કસ્ટમર આવ્યા જેણે તે એક રૂપિયા પાછો ન માંગ્યો. હવે એક વર્ષનો હિસાબ લગાવો તો ૧૦૦ ગુણા ૧૦૦ ગુણા ૩૬૫ - ૩૬૫૦૦૦૦ રૂપિયા. હવે તમે અંદાજો લગાવી લો તમારા એક એક રૂપિયા જોડવાવાળો માણસ પાસે કેટલા પૈસા બ્લેકમની તરીકે ચાલ્યા ગયા.
તમને જણાવી દઇએ કે કંપની પોતાની નવી પ્રોડકટસ લોન્ચ કરવાની પહેલા માર્કેટ એકસપર્ટસની સલાહ લે છે. આ જ એકસપર્ટસ કંપનીને આવા આઇડિયા આપે છે જેનાથી ગ્રાહક સંતુષ્ટ રહે. જો કે આ કંપનીની સંતુષ્ટીને પોતાની પ્રાયોરીટીમાં બધાથી ઉપર રાખે છે કેમ કે આ તેમના માટે કામ કરકે છે. આવામાં કંપનીના ફાયદાની રીત શોધે છે. આ માટે આ રીતની પ્રાઇઝ ટૈગિંગમાટે એકસપર્ટ લોકોની વચ્ચે જઇને બ્રેન મેપિંગ કરે છે.