ચિકનપોક્સ સમજી માતા-પિતાએ ઇગ્નોર કરી બાળકની તકલીફ, 10 મહિના બાદ બીમારીએ લીધું ખતરનાક સ્વરૂપ

16 Jul, 2018

યૂકેના એક કપલે પોતાના દીકરાના તે દર્દનાક સમયગાળાને શેર કર્યાો છે, જ્યારે તે ખતરનાક બીમારીથી પીડાય રહ્યો હતો. કપલે 10 મહિનાના દીકરા ઓસ્કરની બોડી પર લાલ રંગના સ્પોટ જોયા હતાં. પહેલી દ્રષ્ટિએ તેમને ચિકનપોક્સ થયો હોય તેવી શંકા ગઇ હતી. પરંતુ જ્યારે દીકરાને ચેકઅપ માટે લઇ ગયા, ત્યારે મામલો કંઇક અલગ જ નીકળ્યો. ઓસ્કર લૈંગરહન્સ સેલ હિસ્ટિયોસાઇટોટિસ બીમારીથી પીડાય રહ્યો હતો. આ કેન્સર જેવી જ ખતરનાક બીમારી છે, જે સીધા ઇમ્યૂન સિસ્ટમ પર અટેક કરે છે.
 

 
લીકમાં રહેનાર સ્ટીફન અને ડેનિયલે જણાવ્યું કે તેમના દીકરા ઓસ્કરના શરીર પર જન્મના સમયથી જ થોડાં સ્પોટ હતાં, પરંતુ 10 મહિનાનો થતાં જ આ સ્પોટ ઝડપથી વધવા લાગ્યાં અને તેમણે ભયાનક સ્વરૂપ લઇ લીધું. પહેલા તેમને લાગ્યું કે આ સામાન્ય રેશિઝ છે અને પછી ચિકનપોક્સ જેવું લાગ્યું. ઓસ્કરની માતા સ્ટીફને કહ્યું કે લોકો મને અવાર-નવાર આ સ્પોટ વિશે પૂછતાં હતાં. થોડાં લોકો સંક્રમણના ડરથી પાસે પણ આવતાં ન હતાં. પરંતુ કપલ આ વર્તનને અને બાળકની કંડીશન બંનેને ઇગ્નોર કરતાં રહ્યાં.
 
આ દરમિયાન કપલની મુલાકાત મેડિકલ ફિલ્ડ સાથે જોડાયેલાં એક વ્યક્તિ સાથે થઇ, જેણે બાળકની કંડીશનને લઇને માતા-પિતાને ચેતવ્યાં હતાં. ત્યાર બાદ તે ઓસ્કરને લઇને ડોક્ટરની પાસે ગયાં, જ્યાં આ બીમારીનો ખુલાસો થયો હતો. બીમારી એટલી ખતરનાક છે કે તેનાથી પીડિત બાળકના બચવાની આશા 90 ટકા જ રહે છે. ડોક્ટર્સે સ્ટ્રોયડ અને કીમોથેરેપી દ્વારા તરત બાળકની ટ્રીટમેન્ટ શરૂ કરી હતી. ઇલાજ દરમિયાન ઓસ્કરના અગણિત બ્લડ ટેસ્ટ્સ, પ્લેટલેટ્સ ટ્રાન્સફ્યૂઝન, છ બોનમેરો ટેસ્ટ અને બે સ્કિન બાયોપ્સી પણ કરવામાં આવી હતી.
 

 
બીમારીનું પરિણામ એવું આવ્યું હતું કે ઓસ્કર આ બીમારીના કારણે અનેક પરેશાનીઓ સામે લડી રહ્યો હતો, જેનાથી માતા-પિતા અજાણ હતાં. જોકે, બીમારીના કારણે બાળકની ઇમ્યૂન સિસ્ટમ ખરાબ થઇ ગઇ હતી. જેના કારણે તેનું લિવર અને બરોળ વધી ગયું હતું. ત્યાં જ, તેના બ્લડ સેલ્સ અને બોન મેરો ઠીક રીતે કામ કરતાં ન હતાં. તેના સ્પોટ પણ વધીને જીભ અને આંખ સુધી પહોંચી ગયા હતાં. ડોક્ટર દરેક પ્રકારે બાળકની સ્થિતિ સારી કરવામાં લાગ્યાં રહ્યા અને તેમને તેમાં સફળતા પણ મળી. ઓસ્કરની બોડી પર સ્પોટ પણ પહેલાંથી ઓછાં થઇ ગયા છે અને તે પહેલાં કરતાં સારી સ્થિતિમાં છે. તેણે મે મહિનામાં પોતાનો ત્રીજો બર્થ ડે પણ સેલિબ્રેટ કર્યો છે.