15મી ઓગસ્ટ પછી ગોવા જવાનો પ્લાન બનાવ્યો હોય તો આ ભૂલ ના કરશો

19 Jul, 2018

ગોવા દેશના પ્રવાસીઓને આકર્ષતો પ્રદેશ છે, અહીંના દરિયા કિનારા અને પ્રકૃતિ પ્રવાસીઓને આકર્ષિત કરે છે. ગુજરાતના લોકો પણ ગોવાથી ઘણાં આકર્ષિત છે. જો તમે 15મી ઓગસ્ટે કે તે પછી ગોવા જવાનો પ્લાન બનાવ્યો હોય તો જરા આ વાતનું ધ્યાન રાખજો નહીં તો ભૂલ મોંઘી પડી શકે છે.

 
ગોવા સરકારે નવું ફરમાન બહાર પાડ્યું છે, જેમાં ગોવામાં સાર્વજનિક સ્થળો પર 15મી ઓગસ્ટના રોજ દારુ પર પ્રતિબંધ લાગવવાની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે. એટલે કે હવે 15મી ઓગસ્ટે તેને લાગુ કરી દેવામાં આવશે. જો કોઈ આ નિયમ તોડશે તો તે શખસે નિયમના ઉલ્લંઘન બદલ દંડ ભરવો પડશે.

 
બીચ એક સાર્વજનિક સ્થળ છે જ્યાં કોઈ પણ વ્યક્તિ આવી જઈ શકે છે, માટે ગોવાના અન્ય સ્થાનોની સાથે બીચ પર પણ બીયર કે દારુ પીવા પર પ્રતિબંધ લાગશે. જો તમારે આલ્કોહોલ લેવું હોય તો નજીકની રેસ્ટોરાંમાં લઈ જઈને પી શકો છો. મુખ્યમંત્રી મનોહર પાર્રિકરે જાહેરાત કરીને કહ્યું છે કે, 15મી ઓગસ્ટથી ગોવામાં તમામ સાર્વજનિક સ્થળો પર દારુ પીવા પર પ્રતિબંધ લગાવવામાં આવશે.
 
મુખ્યમંત્રી મનોહર પાર્રિકરે નવા નિયમની જાહેરાત તો કરી દીધી છે પણ નિયમ તોડવા પર કેટલો દંડ ભરવો પડશે તે અંગે કોઈ માહિતી આપવામાં નથી આવી. આ સિવાય ગોવાના બીચ અને શહેરમાં પ્લાસ્ટિક બેગથી ગંદકી ફેલાવનારા લોકો સામે પણ પગલાં ભરવામાં આવશે. પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરવાની સજાની સંખ્યા 100થી વધારીને 2500 કરવામાં આવી છે.

 
એવું નથી કે હવે ગોવામાં આલ્કોહોલ લેવું સંપૂર્ણ રીતે પ્રતિબંધિત છે પણ તે લાયસન્સ પ્રાપ્ત સ્થળ અને રેસ્ટોરાંમાં પી શકાશે, એટલે કે લાયસન્સવાળી રેસ્ટોરાંમાં દારુ પીવા પર પ્રતિબંધ લગાવવામાં નથી આવ્યો.