આ રાશિના જાતકોના સૌથી વધુ થાય છે છૂટાછેડા. શું તમારી રાશિ પણ છે આ લિસ્ટમાં ?

04 Jul, 2018

કેટલીક વખત તમામ પ્રયત્નો કરવા છતા રિલેશનશિપ લાંબો સમય ચાલતી નથી. તેનો સંબંધ તમારી રાશિથી હોઇ શકે છે. આજે અમે તમને એવી રાશિ અંગે જણાવવા જઇ રહ્યા છીએ જે લોકોના છૂટાછેડા થવાની સંભાવના વધારે હોય છે. શું આ રાશિમાં તમારુ નામતો નથી આવતુંને જોઈલો..

 
વૃષભ રાશિના લોકોને અઢળક પ્રેમની ઇચ્છા હોય છે. આ લોકો પોતાના કામની જવાબદારી ઉઠવવાથી બચે છે અને હંમેશા એવી જ આશા રાખે છે કે તેમનો પાર્ટનર તેમને માફ કરી દે અને પોતાને પ્રેમ કરે. આ કારણથી તેમના લગ્ન સંબંધનો અંત આવી શકે છે. જ્યારે બીજી તરફ આ રાશિના લોકો જુઠ્ઠાનો સહારો વધારે લે છે.
 

 
મિથુન રાશિના લોકો પોતાની વાતને કાયમ સાચી સાબિત કરવામાં લાગ્યા રહે છે. આ રાશિના લોકો તેમના સંબંધમાં કઇ વસ્તુની જરૂરત છે તેની પર ધ્યાન આપવાની જગ્યાએ પોતાના પાર્ટનરની બુરાઇ કરવામાં લાગેલા હોય છે. તેમના પાર્ટનરની આસપાસ ન હોવા પર તેમનુ મગજ બિલકુલ યોગ્ય ચાલે છે. આ લોકો પોતાની ભાવનાઓને યોગ્ય રીતે વ્યક્ત કરી શકતા નથી. જેથી તેમના સંબંધમાં તિરાડ પડવાનું કાપણ આ પણ હોય શકે છે.
 
કુંભ રાશિના જાતકોનું દિલ ખૂબ મોટું હોય છે અને તે હંમેશા સંબંધમાં રહેવાનું પસંદ કરતા નથી. આ રાશિના લોકોએ સમજવું જોઇએ કે ક્યારેક આ લોકોને તેમના સારા અને દયાળું સ્વભાવનો ફાયદો પણ લોકો ઉઠાવી શકે છે. આ લોકો સહેલાઇથી કોઇના પણ પ્રેમમાં પડી જાય છે પરંતુ તેમનો સ્વભાવ મિક્સ થતો નથી. તેના કારણે છૂટાછેડા થવાની સંભાવના રહે છે.
 

 
મીન રાશિના લોકો દરેક પળને એન્જોય કરવા માંગે છે. આ લોકો ખૂબજ સહેલાઇથી કોઇના પણ પ્રેમમાં પડી જાય છે અને તેની આગળનું શુ પરિણામ આવશે તે અંગે વિચારતા નથી. તે લોકો બીજાની ઇચ્છાઓને સમજે છે અને પોતાના પાર્ટનરની ખોટી વાતોને પણ નજર અંદાજ કરે છે. પરંતુ કેટલીક વખત ઝઘડો થવાના કારણે તેમનો સંબંધ લાંબો સમય સુધી રહેતો નથી.