તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આ વ્યકિત કરી શકે છે ડોકટર હાથીનો રોલ, આ નવું નામ જાણીને ચોંકી જશો

18 Jul, 2018

 સબ ટીવી પર આવતી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક કોમેડી શો છે. આ સીરીયલ છેલ્લા ઘણા વર્ષોથી કન્ટીન્યુ આપણું મનોરંજન કરે છે. આ સિરીયલના કોમેડીના ક્ષેત્રમાં પોતાની એક અલગ ઓળખાણ બનાવી છે. આ સીરીયલના દરેક કેરેકટર પોતાનામાં એક અનોખો છે. સીરીયલનો દરેક પાત્ર કમાલ છે અને આપણને હસવા માટે મજબુર કરી દે છે. એમ તો સીરીયલનું નામ સાંભળતા જ ચહેરા પર હાસ્ય આવી જાય છે પરંતુ હાલમાં જ ડો.  હાથીના મૃત્યુથી બધાને આઘાત લાગ્યો છે.

હવે સવાલ એ છે કે સીરીયલમાં ડો. હંસરાજ હાથીનો રોલ કોણ નિભાવશે. કોણ છે જે તેની જગ્યા લઇ શકશે. એવામાં સાંભળવા માટે આવ્યું છે કે ડાયરેકટર અસિત કુમાર મોદીએ આ રોલ માટે એક શખ્સને એપ્રોચ કર્યો છે.
 

સુત્રો અનુસાર ડાયરેકટરે હંસરાજ હાથીના રોલ માટે જે વ્યકિતને અપ્રોચ કર્યો છે તે સતીશ કૌશિક છે. જો કે હજુ સુધી સતીશ કૌશિકે લીલી ઝંડી નથી દેખાડી. જો સતિશ કૌશિક રોલ કરવા માટે તૈયાર નથી થતા તો નિર્મલ સોનીને એપ્રોચ કરવામાં આવશે. જણાવી દઇએ કે નિર્મલ સોની પહેલા પણ આ શોમાં ડોકટર હાથીનું પાત્ર કરી ચુકયા છે. તેમણે વર્ષ ૨૦૦૮માં ડો. હાથીનું પાત્ર નિભાવ્યું હતું. પરંતુ ડેટસની પ્રોબ્લેમને કારણે તેમને આ શો છોડવો પડયો હતો. જયાર પછી ૨૦૦૯માં કવિકુમાર આઝાદે આ શોને જોઇન કર્યો. જયારે નિર્મલ સોનીએ શો બીજીવાર જોઇન કરવા માટે પુછવામાં આવ્યું તો તેમણે કહયું હાલમાં તેને એપ્રોચ કરવામાં નથી આવ્યો પરંતુ મોકો મળશે તો તે આ રોલ બીજીવા કરવા જરૂર માંગશે.