જાણો દીપિકા અને રણવીર ક્યાં લેશે ફેરા એન્ડ કોણ હશે મહેમાન લિસ્ટ

22 Jun, 2018

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બાદ વધુ એક સ્ટાર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ઈટલીમાં લગ્ન કરશે. જો કે હજુ ઈટલીમાં કયા સ્થળે લગ્ન કરશે તે નક્કી કરવાનું બાકી છે. જો કે હજુ સુધી એ કન્ફર્મ નથી થયું પરંતુ માનવામાં આવી રહ્યું છે કે બંનેના લગ્ન આ વર્ષે જ થશે.
 
અગાઉ મીડિયા રિપોર્ટ્સ હતા કે, ભવનાની અને પાદુકોણ પરિવારે એક વેડિંગ પ્લાનર હાયર કર્યો છે, જે પર્ફેક્ટ વેડિંગ ડેસ્ટિનેશન જણાવશે. કહેવાય છે કે બંનેના
લગ્ન નવેમ્બરમાં થશે. સ્ટાર કપલના નજીકના સૂત્રએ જણાવ્યું કે, “લગ્નની બે સેરેમની હશે. એક ઈટલીમાં થશે અને બીજી બેંગલુરુમાં. જો કે હજુ સુધી લગ્નની તારીખ નક્કી નથી થઈ.”
 
આ તરફ દીપિકાએ લગ્નની ખરીદી શરૂ કરી દીધી છે. તાજેતરમાં જ દીપિકા અને તેની મમ્મી બેંગલુરુ અને મુંબઈમાં કપડાં અને જ્વેલરી ખરીદતા જોવા મળ્યા હતા. દીપિકા અને રણવીર બંને નથી ઈચ્છતા કે તેમના લગ્ન ધામધૂમથી થાય. એટલે લગ્નમાં માત્ર પરિવાર અને નજીકના મિત્રો જ સામેલ થશે તેવો અંદાજો લગાવાઈ રહ્યો છે.