દિલીપકુમારના ચાહકો માટે ખરાબ સમાચાર, આગલા ૩ દિવસો સુધી આઇસીયુમાં રહેશે દાખલ

10 Sep, 2018

 દિગ્ગજ એકટર દિલીપકુમાર પ સપ્ટેમ્બરના બપોરે ૨.૩૦ વાગ્યાના લગભગ મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દિલીપકુમારના છાતીમાં દર્દ અને ઇન્ફેકશનની ફરિયાદ છે. તેની પત્ની અને એકટ્રેસ સાયરા બાનો ટવીટ દ્વારા દિલીપકુમારના સ્વાસ્થ્યની બધી જાણકારી આપી રહી છે. તેના સ્વાસ્થ્યમાં સુધારો તો થઇ રહયો છે પરંતુ ઘણી ધીમી રફતારથી દવાઓની અસર થઇ રહી છે.

સ્પોટબોય મુજબ ડોકટર્સે સાયરા બાનોને જણાવ્યું કે દિલીપકુમારને આગલા ૭૨ કલાક સુધી આઇસીયુમાં ખાસ નજરમાં રાખવામાં આવશે. ઉંમર વધવાને કારણે પણ તેને ઘણી રીતની તકલીફોનો સામનો કરવો પડી રહયો છે. હાલમાં દિલીપકુમારનું વાઇટલ પેરામીટર્સ સ્થિર છે પરંતુ તેમને ૩ દિવસ સુધી લીલાવતી હોસ્પિટલમાં રાખવામાં આવશે.
 

૯૫ વર્ષીય દિલીપકુમાર નેજલ ફીડ પર છે. તેમને જે જમવાનું આપવામાં આવે છે તે ઘણી માત્રામાં તેના ફેફસામાં જમા થઇ ગયું ેછે. ડોકટર્સને લાગી રહયું છે કે અત્યાર દિલીપકુમારની હાલત એવી નથી કે તેને મોંથી દ્વારા જમવાનું આપી શકાય. આ સમયે તેને ઘણી બધી દવાઓ પણ આપવામાં આવી રહી છે.

સ્પોર્ટબોયને સારા બાનોના દોસ્તથી વાત કરી જેમણે જણાવ્યું કે દિલીપકુમારની સેહતને લઇને સાયરા બાનો ઘણી પરેશાન છે. આ સમય તેના માટે મુશ્કેલીઓ ભર્યો છે અને તે બધી કોશિષ કરી રહી છે જેનાથી દિલીપકુમાર જલ્દી ઠીક થઇ જાય. હોસ્પિટલમાં દાખલ કરાયા પછી સાયરા બાનોએ ટવીટર પર લખ્યું હતું કે આ સમયે દુઆઓની જરૂરત છે.

 

 

દિલીપકુમાર છેલ્લીવાર સ્ક્રીન પર વર્ષ ૧૯૯૮માં કિલામાં નજર આવ્યા હતા. દિલીપકુમાર અને સાયરા બાનોએ લવ મેરેજ કર્યા હતા. લગ્ન સમયે દિલીપની ઉંમર ૪૪ હતી, જયારે સાયરાની ૨૨ વર્ષ હતી. લગ્નના આટલા વર્ષો પછી પણ સાયરા અને દિલીપનો સંબંધ તેટલો જ મજબુત છે.