સ્ટાઇલ અને તડકાથી બચવા માટે નથી બનાવવામાં આવ્યા ચશ્મા, કારણ કંઇક બીજું જ હતું, ૯૯ ટકા લોકોને ખબર નથી

29 Aug, 2018

 તમે ઘણા લોકોને તડકાથી બચવા માટે આંખો પર ચશ્મા લગાડેલા જોયા હશે. દુનિયાભરમાં આજે ઘણી મોટી સંખ્યામાં લોકો સનગ્લાસેઝ યુઝ કરે છે. આ સિવાય ઘણા લોકો માત્ર ફેશન માટે જ ચશ્મા પહેરી લે છે.

સામાન્ય તેનો ઉપયોગ તડકાના સમયે આંખોને બચાવવા માટે કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ચશ્માનો આવિષ્કાર તડકાથી બચવા માટે કરવામાં નથી આવ્યો અને ન તો ફેશન માટે કરવામાં આવ્યો છે. હકીકતમાં ચશ્માનો આવિષ્કાર શેના માટે થયો હતો, તેની પાછળ એક પ્રાચીન ઘટના છે. આવો હવે તમને વિસ્તારથી આ ઘટના વિશે જણાવીએ. હકીકતમાં ચશ્માનો આવિષ્કાર ચીનના જજો માટે ૧રમી સદીમાં કરવામાં આવ્યો હતો. જે રીતે તમે જાણો છો કે જજોને કાયદાની સીમામાં રહીને નિષ્પક્ષ થઇને નિર્ણય કરવો પડે છે. ઘણા ચુકાદા એવા પણ હોય છે જે જજોની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. ચીનમાં જયારે એક વાર જજો દ્વારા આ પ્રકારના ચુકાદા સંભાળવામાં આવ્યા તો લોકો તેની આંખોમાં ઘણી ઉંડાણથી જોવા લાગ્યા.

તેના દ્વારા લોકો એ ખબર મેળવવાની કોશિષ કરતા હતા કે શું જજ પોતે પણ મોટા ચુકાદાના હકમાં છે કે નહીં. આ સમયે જજોને આ પ્રકારની ઘણી સમસ્યાઓ નડી રહી હતી. આ સમસ્યાઓનો હલ કાઢવા માટે ચશ્માનો આવિષ્કાર કરવામાં આવ્યો હતો કારણે કોઇ તેનાથી આઇ કોન્ટેકટ ન કરી શકે.

ચીનમાં ચશ્માનો આવિષ્કાર તથા ઉપયોગ થયા પછી તે ઇટલી પહોંચી ગયો. ત્યાં લોકો પણ ચશ્માનો ઉપયોગ કરવા લાગ્યા. તમને જણાવી દઇએ કે ૧૨મી થી ૧૮મી સદી સુધી ચશ્માનો કલર કાળો જ રહયો. ૧૮મી સદી પછી કલર કાચના ચશ્મા બજારમાં આવ્યા, પરંતુ તે સમય સુધી પણ તેનો ઉપયોગ તડકાથી બચવા માટે ન કરવામાં આવતો હતો. ૧૯મી સદીમાં જયારે સામાન્ય લોકો સુધી તેની પહોંચ બની તથા સામાન્ય અને ખાસ લોકો તેનો ઉપયોગ તડકાથી બચવા તથા ફેશન માટે કરવા લાગ્યા. તે સમયે જઇને ચશ્માનો તે રૂપ સામે આવ્યું જેને આજે આપણે જાણીએ છીએ.