ધોનીના નવા વીડિયોથી થયો બબાલ, ઇંગ્લેન્ડથી આવીને ક્રિકેટથી સંન્યાસ લઇ શકે છે ધોની

18 Jul, 2018

 ઇંગ્લેન્ડના ભારતનો વનડે સીરીઝના છેલ્લા મેચમાં ૮ વિકેટથી હારીને ભારતે લગાતાર ૧૦ સીરીઝ જીતવાનું સપનું તોડી દીધું.

ઇંગ્લેન્ડની ટુર પર ટી-૨૦ સીરીઝમાં જીત અને વન ડેમાં હાર પછી ઘણા સવાલ ઉભા થયા છે પરંતુ આ બધા સિવાય છેલ્લા વન-ડે મેચ દરમ્યાન એક અનોખી વાત નજર આવી છે, શું પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સંન્યાસ લઇ શકે છે.

્રત્રીજી અને છેલ્લી મેચમાં ભારતે ઇંગ્લેન્ડની સામે ૨૫૭ રનોનો સરળ લક્ષ્ય રાખ્યો જેમાં હેડિંગ્લેના મેદાન પર ઇંગ્લેન્ડે આઠ વિકેટ બાકી હતી ત્યારે ઘણી જ સરળતાથી જીત મેળવી લીધી હતી પરંતુ મેચ પછી જયારે ખેલાડી મેદાનથી બહાર જતા હતા તો મહેન્દ્રસિંહ ધોનીએ અમ્પાયરથી બોલ માંગવાની આ વાતને તેના ફેન્સના મગજમાં શંકા ઉત્પન્ન કરી દીધી છે કે શું ધોની વનડે ક્રિકેટમાંથી પણ સન્યાસ લઇ શકે છે.

આ શંકાર એટલા માટે ઉત્પન્ન થઇ છે કેમ કે આ પહેલા ધોની ટેસ્ટ મેચમાં આવું કરી ચુકયો છે આ સમયે તે વિકેટ પોતાની સાથે લઇ ગયો હતો આ વાતથી અંદાજો લગાડવામાં આવી રહયો છે કે ધોની સંન્યાસ લઇ શકે છે. આ સીરીઝમાં ધોનીની બેટીંગ સ્ટાઇલ પર સવાલ ઉભા થઇ ગયા છે કે તે ઘણો જ ધીમે રન બનાવી રહયો છે. પુર્વ ભારતીય ખેલાડી ગૌતમ ગંભીરે પણ કહયું કે મહેન્દ્રસિંહ ધોની જે રીતે આ સીરીઝમાં બેટીંગ કરી તે ટીમના અન્ય ખેલાડીઓ પર દબાવ બનાવી દે છે.

 

 

ઇંગ્લેન્ડના વિરુદ્ધ લોર્ડસ પર પણ ધોનીએ ઘણી મહેનત પછી માત્ર ૩૭ રન બનાવ્યા હતા જો કે મંગળવારના રમાયેલા આ મેચમાં ધોની એટલો પરેશાન ન હતો પરંતુ અમ્પાયરથી મેચ પછી આ રીતે બોલને માંગતા તેના ફેન્સના મગજમાં જરૂર શંકા પેદા કરી રહી છે. બોલ માંગતા તેનો આ વીડિયો સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહયો છે.