અચાનક સામે આવી દીપિકા-રણવીરના લગ્નની તસવીર, બોલીવુડમાં મચ્યો હંગામો, લોકો બોલ્યા, અમને કહયું પણ નહીં

20 Mar, 2018

 આ વર્ષે ઘણા બધા સેલિબ્રિટીઝ લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. એવામાં બોલીવુડના સૌથી હોટ કપલ દીપીકા પાદુકોણ અને રણવીરસિંહના લગ્નની રાહ છે.

હવે એક ચોંકાવનારી ખબર સામે આવે છે કે દિપીકા અને રણવીરના લગ્નની ફોટોઝ પણ લીક થઇ. વિરાટ  કોહલી અને અનુષ્કા શર્મા પછી રણવીરસિંહ અને દીપીકાની જોડી ઘણી ખુબસુરત નજર આવી રહી છે.

આ વર્ષની શરૂઆતથી જ દીપિકા પાદુકોણ અને રણવીરસિંહના લગ્નને લઇને ઘણી ખબર સામે આવી રહી છે. કયારેક દિપીકાના જન્મદિન પર શ્રીલંકામાં તેની સગાઇનો પ્લાન સામે આવ્યો તો કયારેક આ વર્ષના અંત સુધીમાં તેના લગ્નની ખબર સામે આવી છે.

આ બધાની વચ્ચે એક ફેનએ આ બધી સમાચારને પછાડીને આ બંનેના લગ્નનો લુક રીલીઝ કરી દીધો છે. જી હા, આ સાચુ છે દીપીકા પાદુકોણ અને રણવીર સિંહની જોડી લાખો ફેન્સ છે અને આ જોડી સોશ્યલ મીડિયા પર દીપવીરના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દીપવીરના એક ફેન્સને સોશ્યલ મીડિયા પર દીપિકા અને રણવીરના વેડીંગ લુક બનાવ્યો છે જે ઘણી રોમાંચક છે.

હકીકતમાં આ એડિટેડ ફોટોઝ છે દિપીકા અને રણવીરના લગ્નની કાલ્પનિક ફોટોશુટ તરીકે શેયર કરી હતી. આ ફોટોઝમાં દીપીકા અને રણવીર ભારતીય પરિધાનોમાં તૈયાર થયેલા નજર આવે છે. દિપીકા હંમેશા ડિઝાઇનર સબ્યસાચીના વસ્ત્રોમાં નજર આવી છે અને આ ફોટોઝમાં પણ તે સબ્યસાચીના લંહગામાં જ દેખાય રહી છે.