ગરમાગરમ દાળવડા કેવી રીતે બનાવશો જોઇલ્યો રેસીપિ

29 Jun, 2018

દાળવડા ની સામગ્રી:-
મગની દાળ ૪૦૦ ગ્રામ
હીંગ ૧ ચપટી
લસણ ૧૦ થી૧૨ નંગ
આદુ ૨૫ ગ્રામ
મરચાં ૫ થી ૭ નંગ
ડુંગળી નંગ એક
લાલ મરચું ૫૦ ગ્રામ
મીઠું સ્વાદ મુજબ
તેલ તળવા માટે

દાળવડા બનાવવાની રીત
સૌ પ્રથમ મગની દાળને આગલી રાતે પલાળી દો ત્યાર બાદ સવારે તેને મિક્સકરમાં અધકચરી વાટવી અને તેમાં થોડું મીઠું નાંખવું.
ત્યાર બાદ આદુ, મરચાં, હીંગ, લસણ વાટીને નાંખવા.
હવે એક પેન માં તેલ ગરમ કરવા મૂકો. ત્યાર બાદ આ પેસ્ટ નું ખીરું બનાવીને એક પછી એક તેલમાં તળવા.
હવે જરુર મુજબ તળાયા બાદ દાળવડા ને કાઢી ગરમા-ગરમ દાળવડાં મરચાં અને ડુંગળી સાથે પીરસો.

Loading...

Loading...