શું તમને ખબર છે કે રોજીંદી ઉપયોગ થવાવાળી આ ૧૩ વસ્તુઓની એકસપાયરી ડેટ પણ હોય છે ?

27 Jul, 2018

 સોશ્યલ મીડિયા પર સામાન્ય રીતે આપણે ભારતીય વસ્તુનો ઉપયોગને પોતે જ મજાક ઉડાડી છીએ. ચપ્પલોની વાત હોય કે પછી બ્રશની. આ વાત તો ટુથપેસ્ટના ટયુબની. આપણે ભારતીય જયા સુધી આશ્ર્વસ્ત નથી થઇ જતા કે તેનો ઉપયોગ પુરો થઇ ચુકયો ત્યાં સુધી આપણે તેમણે છોડતા નથી.

સાચી વાત તો એ છે કે ઉપયોગ થનારી પ્રત્યેક વસ્તુની એક એકસપાયરી ડેટ થઇ જાય છે. અમે અહીં દરરોજ ઉપયોગ થનારી એવી વસ્તુઓ વિશે ચર્ચા કરવા જઇ રહયા છીએ.

૧. લોટ

લોટની વધુમાં વધુ છ મહિના સુધી સ્ટોર કરી શકાય છે. જો તમે ત્યારપછી લોટનો ઉપયોગ કરવા જશો તો તે ખરાબ થઇ શકે છે. લોટનું પેકેટ પર તેની એકસપાયરી તારીખ લખી હોય છે.

 

 

ર. ઓશીકાના કવર

હકીકતમાં આપણી મૃત કોશિકાઓને કારણે આ જલ્દી ખરાબ થઇ જાય છે. આ માટે ઓશીકાનું કવર પ્રત્યેક ૨-૩ વર્ષે બદલી દેવું જોઇએ.

૩. સાઇકિલંગ હેલ્મેટ

સાઇકિલંગ હેલ્મેટની એકસપાયરી ડેટ લગભગ ૩ વર્ષ હોય છે. તેનાથી સૌથી વધુ ઉયપોગ ન કરો ત જ સારું છે, કેમ કે સમય સીમા નીકળ્યા પછી તે નબળી પડી જાય છે. દુર્ઘટના થવાની સ્થિતિમાં તેનો તુટવાનો ભય વધુ હોય છે.

૪. મસ્કરા

જો તમે પણ મસ્કરાનો ઉ૫યોગ કરો છો તો આ ૧-ર મહિનાના અંતરાળ પર બદલી નાખો.

પ. ફ્રાઇંગ પૈન

જી હા તેના ઉપયોગની ઉંમર છે પ વર્ષ, ત્યાર પછી આ રીતના ઉત્પાદથી છુટકારો મેળવી લેવો જોઇએ.

૬. ગાદલા

પ્રત્યેક આઠ વર્ષ પછી ગાદલા બદલી નાખવા જોઇએ. એ અલગ વાત છે કે હોટલોમાં ઉપયોગ થનારા ગાદલાની ઉંમરથી વધુ જુના હોઇ શકે છે.

 

 

૭. અંડરવિયર

અંડવરવિયર પ્રત્યેક વર્ષ બદલી નાખવું જોઇએ.

૮. કાંસકો કે હેયર બ્રશ

તેને દર વર્ષે બદલી નાખવું જોઇએ.

૯. લિપસ્ટિક

સામાન્ય રીતે મહિલાઓ એકવાર લિપસ્ટિક ખરીદીને નિશ્ર્ચિત થઇ જાય છે. જો કે ઓછા લોકોને ખબર છે કે તેની એકસપાયરી ર વર્ષ પછી થઇ જાય છે.

૧૦. મસાલા

આ લગભગ ૩ વર્ષ સુધી ઉપયોગ કરવામાં આવી શકે છે. ત્યારપછી તેનાથી છુટકારો મેળવી લેવો જોઇએ.

૧૧. પરફયુમ

તેની એકસપાયરી ૩ વર્ષ છે.

૧ર.  બ્રા

લગાતાર ઘોવાણથી તેનો આકાર બદલી જાય છે. આ માટે બ્રાને ૬ થી ૮ મહિના સુધી જ ઉપયોગ કરવો જોઇએ.

૧૩. જામ

જામના ડબ્બા પર તેની એકસપાયરી ડેટ મળી જાય છે.