સામાનાં દહીંવડાં

10 Nov, 2016

સામગ્રી

    ૧ કપ સામો

    ૨ ટેબલ-સ્પૂન શેકેલી શિંગનો ભૂકો (અધકચરો), મીઠું, તેલ તળવા માટે

સર્વ કરવા

    કોથમીર-મરચાંની લીલી ચટણી, ખજૂર-સાકરની ગળી ચટણી, દહીં, મીઠું, શેકેલા જીરાનો પાઉડર.રીત

સૌપ્રથમ સામાને ધોઈને એક કપ સામામાં બે કપ પાણી અને મીઠું નાખીને ભાતની જેમ બાફી લેવો. પછી એક ડિશમાં એને ઠંડું કરવા રાખવું. સામો ઠંડો થઈ જાય ત્યારે એમાં શિંગદાણાનો ભૂકો ઉમેરી એનાં વડાં બનાવવાં. તેલ ગરમ કરી એ વડાં ગરમ તેલમાં તળી લેવાં.

પીરસતી વખતે બોલમાં વડાં મૂકી એના પર મોળું વલોવેલું દહીં, તીખી-ગળી ચટણી, મીઠું અને શેકેલા જીરાનો પાઉડર ભભરાવીને પીરસવું.