લોકોએ પોલીસ સ્ટેશનમાંથી ખેંચીને બળાત્કારના આરોપીઓને મારી નાખ્યા

20 Feb, 2018

કથિતરૂપથી એક માસુમ બાળકી પર બળાત્કાર અને હત્યાના આરોપી તથા તેના સાથીને કથિતરૂપથી ટોળાએ ઢીબી-ઢીબીને મારી નાખ્યા. પોલીસે બતાવ્યુ કે  અરૂણાચલ પ્રદેશના તેજુ કસ્બેમાં આરોપી સંજય સોબોર અને જગદીશ લાહોરને ટોળાએ પોલીસ સ્ટેશનમાંથી ખેંચીને લઇ ગયા. તેમણે રસ્તા પર ઢીબી-ઢીબીને મારી નાખ્યા. હત્યા પછી બંને લાશને માર્કેટમાં ફેંકી દીધી.

અધિકારીઓએ જણાવ્યું કે લોકોના ટોળાએ સુરક્ષા કરી રહેલા પોલીસ કર્મચારીઓના પોતાના કબજામાં લઇ લીધા અને બંને આરોપીઓને જેલમાંથી બહાર કાઢી લીધા. આ પછી ટોળાઓ રસ્તા પર ચાલ્યા ગયા અને પથ્થર તથા લાકડીઓથી ઢીબી-ઢીબીને મારી નાખ્યો. ટોળાએ બંને લાશને સળગાવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ ત્યાં સુધી સુરક્ષાબળોએ તેમને રોકી લીધા.
બતાવવામાં આવ્યું છે કે બંને આરોપી ચાના બગીચામાં કામ કરવાવાળા હતા. અધિકારકીઓે બતાવ્યું કે પાંચ વર્ષીય બાળકી ૧ર ફેેબ્રુઆરથી પોતાના ગામથી ગુમ હતી. બાળકીના સંબંધીઓને લોહીથી લથપથ તેની લાશ નામગો ગામ પાસે જંગલમાં દેખાઇ. કહેવામાં આવે છે કે, બાળકીનું માથું પણ કાપી નાખ્યું હતું.
બીજી બાજુ, અરૂણાચલ પ્રદેશ પોલીસનું કહેવું છે કે છોકરીના ગુમ થવા અને સંદિગ્ધ બળાત્કારના મામલામાં સોબર તથા લોહારની ધરપકડ કરવામાં આવી હતી. આ બંનેને કથિતરૂપથી પોતાનો ગુનો કબુલી લીધો હતો. પોલીસે અજાણ્યા લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.