૪૦ લાખની વસ્તીવાળા ક્રોએશીયા પહેલીવાર વિશ્ર્વકપ ફાઇનલમાં પહોંચી, આ રીતે મનાવ્યો જીતનો ઉત્સવ

12 Jul, 2018

૪૦ લાખની વસ્તીવાળા ક્રોએશીયાએ બુધવારના ફીફા વિશ્ર્વ કપ ૨૦૧૮ની બીજી સેમીફાઇનલ મેચમાં ટ્રોફીની પ્રબળ દાવેદાર ઇંગ્લેન્ડને ૨-૧થી હરાવીને પહેલીવાર ફાઇનલમાં પ્રવેશ કર્યો. હવે રવિવારના ક્રોએશિયાના ફાઇનલમાં ફ્રાંસની સાથે જંગ થશે. જેમાં પહેલા સેમીફાઇનલમાં બેલ્જિયમને ૧-૦થી હરાવ્યા. ક્રોએશીયાની જીત પર ફૈંસની ખુશીનું કોઇ ઠેકાણું ન રહયું.

 

 

 

ક્રોએશિયાઇ દર્શકોએ જાગરેબના મેઇન ચોકમાં સેમીફાઇનલ મેચનો આનંદ ઉઠાવ્યો અને જીતનો જોરદાર ઉત્સવ મનાવ્યો. આ દરમ્યાન ફૈંસના આતિશબાજી કરી દેશના ધ્વજને ફરકાવતા જીતનો ઉત્સવ મનાવ્યો. ક્રોએશીયાના એક ફૈનએ કહયું કે કોઇને અમારા જીતનો વિશ્ર્વાસ ન હતો. ઇંગ્ોલીશ મીડિયા આખું સપ્તાહ અમારું મજાક બનાવ્યો અને કહયું કે અમારી પાસે જીતનો અવસર નથી. પરંતુ અમારા ખેલાડીઓના કવોલીટી પ્રદર્શન કરીને તેના મોં પર તાળા લાગી ગયા.
 

 
 
 

ક્રોએશિયાના રાષ્ટ્રપતિ કોલિંડા ગર્બર કિત્રોવિચના બ્રિટીશ પ્રધાનમંત્રી થેરેસા મઇને ક્રોેએશીયાની ફુટબોલ જર્સી ભેટ આપી હતી. ક્રોએશીયાના એક દર્શકે કહયું અમે ઘણું ગર્વ અનુભવીએ છીએ. છેલ્લીવાર અમે યુદ્ધ અને આઝાદી પછી ૧૯૯૮માં સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. અમને વિશ્ર્વાસ જાગ્યો કે અમે જીતી શકીએ છીએ. આ નાના દેશ માટે અધિક મહત્વપૂર્ણ છે.

 

 

એક ફેને કહયું કે દેશવાસીઓ પોતાનું દુ:ખ દુર કરવા માટે એક અવસર મળ્યો છે. ક્રોએશિયામાં નોકરીઓની અછત છે, પૈસાની અછત છે. રાજનેતા પોતાના ખિસ્સા ભરવામાં લાગ્યા છે. પરંતુ આજે જનતા ખુશ છે. આ જીતથી તેને થોડાક સમય માટે બધી તકલીફોથી બહાર કાઢયા છે. ક્રોેએશીયાના ખિલાડીઓને રાષ્ટ્રીય હીરોઝની જેમ જોવામાં આવે છે.

 

 

જણાવી દઇએ કે ક્રોએશિયાના મારિયો મૈંડજુકિચના એકસ્ટ્રા ટાઇમમાં ગોલ કરીને ટીમને પહેલીવાર વિશ્ર્વકપની ફાઇનલમાં પહોંચડયા. તેને ૧૦૯મી મિનિટમાં ગોલ કર્યો. આ પહેલા ફુલટાઇમ સુધી ક્રોએશિયા અને ઇંગ્લેન્ડનો સ્કોર ૧-૧થી બરાબર હતો. ઇંગ્લેન્ડના ટ્રિપિયરના મેચનો પહેલો ગોલ માર્યો. પછી ૬૮મી મિનિટમાં ક્રોએશીયા સ્ટ્રાકચર ઇવાન પેરિસિચે ગોલ મારીને સ્કોર બરાબર કર્યો.