ટીમ ઇન્ડિયામાં આવી રીતે થાય છે નવા ખેલાડીઓની રૈગિંગ, પહેલીવાર વીડિયો આવ્યો સામે

09 Jul, 2018

 ભારતીય ક્રિકેટ ટીમ પહેલા ખેલાડી ફિલ્ડ પર જેટલો જીવ લગાવીને રમે છે, એટલી જ ફિલ્ડની બહાર ઘણી મોજ-મસ્તી કરે છે. પોતાના સાથી ખેલાડીઓની પગ ખેંચવાની હોય કે સોશ્યલ મીડિયા પર તેની મજેદાર અંદાજમાં ચુટકી લે છે. આ ખેલાડી એક બીજાની સાથે મસ્તી કરવાનો કોઇ મોકો નથી છોડતા.

 

 

હવે ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ પ્રવાસ પર છે. ઇંગ્લેન્ડની સાથે ત્રણ ટી-ર૦ મેચોની સીરીઝ હવે બે-બેથી બરાબર છે ત્રીજો મેચ ૮ જુલાઇને રમાવાનો છે. જણાવી દઇએ કે ઇંગ્લેન્ડ ટી-ર૦ સીરીઝ શરૂ થતા પહેલા જ ટીમ ઇન્ડિયાને ઝટકા લાગ્યો હતો. ટીમના ખેલાડી વોશિંગ્ટન સુંદર અને જસપ્રીત બુમરાહ ઇજા થવાથી સીરીઝની બહાર થઇ ગયા હતા.

તેની જગ્યાએ ટીમમાં દીપક ચાહર અને કૃપાલ પંડયાને સામેલ કર્યો હતો. હવે બંનેએ પહેલા બે ટી-૨૦ મેચોમાં રમવાનો મોકો ન મળ્યો. પરંતુ ત્રીજી ટી-ર૦ મેચમાં તેને કદાચ મોકો મળી શકે છે.

 

 

હાલમાં જ આ બ્લુ બ્રિગેડ ટીમ ઇન્ડિયાનો એક એવો વીડિયો સોશ્યલ મીડિયા પર છવાયેલો છે. જેમાં ટીમ ઇન્ડિયાના અન્ય ખેલાડી ટીમમાં સામેલ થયેલા દીપક ચાહર અને કૃણાલ પંડયાની સાથે મસ્તી કરતા નજર આવી રહયા છે.

તેને મસ્તી કહો કે સીનીયર્સની રૈગિંગ, બંને ખેલાડીઓને ખુરશી પર ઉભા રહીને સ્પીચ કહેવાનું કહેવામાં આવ્યું. કેટલાક સવાલ પુછવામાં આવ્યા.

દીપક ચાહર અ ને કૃણાલ પંડયાની રૈગિંગના આ વીડિયોઝ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહયો છે. અહીં જુઓ ટીમ ઇન્ડિયાના આ ખેલાડીઓની રેગીંગના વીડિયોઝ :

 

 

 

New Comers 😁 Speech ❤️

A post shared by Indian Cricket Team 🔵 (@cricket.freak) on

 

 

 

 

 

New Comers 😁 Speech 😉

A post shared by Indian Cricket Team 🔵 (@cricket.freak) on

 

આ પહેલીવાર નથી જયારે ટીમ ઇન્ડિયામાં સામેલ થવાવાળા નવા ખેલાડીઓની રેગીંગ કરવામાં આવી. આ પહેલા કેપ્ટન વિરાટ કોહલીએ એક એક ઇન્ટરવ્યુમાં પોતાની સાથે થયેલી રેગીંગનો ઉલ્લેખ કર્યો હતો. તેને જણાવ્યું હતું કે તેની રૈગિંગ હરભજન અને મુનાફ પટેલ જેવા ખેલાડીઓને કરી હતી. તે દિવસોમાં વિરાટથી કહયું હતું કે જે પણ ખેલાડી નવા આવે છે તે સચિન તેંડુલકરના પગે પડીને આશીર્વાદ લેવાના હોય છે. વિરાટ જેવો જ સચિનની પાસે ગયો અને તેના પગે લાગવામાં માટે જુકયો તો સચિને તેને રોકયો અને ગળે લગાવી લીધો.