મા તે મા, ભલે પછી તે જનાવર હોય, વીડિયો જોઇને અચંબામાં પડી જશો

07 Feb, 2018

કહે છે કે માણસોની જેમ જ પશુઓમાં પણ ભાવના હોય છે, તે માણસોથી વધારે સંવેદનાઓને જાણે છે અને સમજે છે અને જયારે વાત પોતાના બાળકને લઇને હોય તો સંવેદનાની કોઇ સીમા નથી હોતી. હવે જયારે આ વીડિયોને જ જુઓ, જેમાં એક ગાય એક ટ્રક સાથે સાથે ભાગતી દેખાય છે. 
એક રીપોર્ટ મુુજબ, આ વીડિયો કર્ણાટકના હાવેરીનો છે જયાં એક ઘાયલ વાછરડાને જોઇને સ્થાનીક લોકોએ પશુ ચિકિત્સાલયને જાણ કરી. ત્યાર પછી જયારે હોસ્પિટલ કર્મચારી વાછરડાને લઇ જવા લાગ્યા, તો ગાય પણ ટ્રક સાથે ચાલવા લાગી અને ત્યાં સુધી ચાલતી રહી જયાં સુધી ટ્રક હોસ્પિટલ પહોંચી ન ગયું.
ચીફ વેટરનરી ઓફિસર ડોકટરે જણાવ્યું કે, જયારે વાછરડાને હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યારે તેની હાલત ઘણી ખરાબ હતી પણ હવે હાલતમાં ધીરે ધીરે સુધાર છે.
આ વીડિયોને જોયા પછી આપણે પણ એમ કહીશુ કે, માંના માતૃત્વનૂં કોઇ મોલ નથી.