પોપ્યુલર થયાના બે દિવસ પછી જ પ્રિયા પ્રકાશ વિરુદ્ધ FIR, આરોપ જાણી હેરાન થઇ જશો

14 Feb, 2018

 રાતોરાત નાના વીડિયોથી પોપ્લુયર થવા વાળી પ્રિયા પ્રકાશની સામે એક મુસીબત ઉભી થઇ છે.  હૈદરાબાદના મુસ્લિમ યુથએ પ્રિયા પ્રકાશની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદમાં ફિલ્મ મેકર ઉમર લુલુ અને પ્રિયા પ્રકાશ પર મુસ્લિમોની ભાવનાઓના દુ:ખાવાનો આરોપ લાગ્યો છે.

ફરિયાદ અનુસાર ખફક્ષશસુફ ખફહફફિુફ ઙજ્ઞજ્ઞદશ  ગીતનું અંગ્રેજીમાં અનુવાદ કરે તો તે મુસ્લિમોના પયંગમ્બરની બેઇજજતી થતી હોવાનું પ્રતિત થાય છે. તમને બતાવી દઇએ કે પ્રિયા પ્રકાશનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે આંખ મારતી નજર આવે છે.
પ્રિયા પ્રકાશનો આ વીડિયો એટલો વાયરલ થયો કે તે રાતો-રાત આખા ભારતની ધડકન બની ગઇ. હૈદરાબાદના એક શખ્સે ફેસબુક લાઇવમાં બતાવ્યું કે છોકરીના એકસપ્રેશન ગીતના લિરિકસની બેઇજજતી કરે છે. આ શખ્સનું નામ અદનાન કમર છે.
અદનાને ગીતના ઇંગ્લીશનું ટ્રાન્સલેશન પણ શેયર કર્યું છે. મુસ્લિમ સમુદાયને પ્રિયા પ્રકાશના એકસપ્રેશન અને ગીતના લિરિકસને લઇને આપત્તિ દર્શાવી છે. પોલીસે એફઆરઆર નોંધી લે છે. આ સિવાય એફઆરઆઇ લખવાવાળા શખ્સ મોહમ્મદ અબ્દુલે કહયું કે તેને પ્રિયા પ્રકાશના ફિલ્મોમાં કામ કરવાથી કોઇ તકલીફ નથી.