લોકોને હસાવતી ભારતી સાથે એવું શું થયું કે ધ્રુસકે-ધ્રુસકે રડી પડી

13 Jul, 2018

કોમેડીથી પોતાની આગવી ઓળખ બનાવી ચૂકેલી ભારતી સિંહ હાલ ટીવી ઈન્ડસ્ટ્રીથી દૂર છે. જોકે, તે પોતાના ફેન્સ સાથે સોશિયલ મીડિયા દ્વારા હંમેશા જોડાયેલી રહે છે. તાજેતરમાં જ ભારતી સિંહનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તે ધ્રુસકે ધ્રુસકે રડતી જોવા મળે છે. 

આ વીડિયો ભારતીએ પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર શૅર કર્યો છે. ભારતીને રોતાં જોઈને તેના ફેન્સને દુઃખી થવાની જરુર નથી કારણકે તે હકીકતમાં રડી નથી રહી. તે માત્ર એક્ટિંગ કરી રહી છે. આ વીડિયોમાં તે પોતાની એક્ટિંગ સ્કીલ બતાવી રહી છે.


આ વીડિયો જોઈને માનવું જ પડશે કે ભારતીનું કોમિક ટાઈમિંગ જેટલું ઉત્તમ છે. તે એક્ટિંગ પણ શાનદાર કરે છે. આ વીડિયો શૅર કરતાં ભારતીએ કેપ્શન લખ્યું છે કે,’યાર જુઓ, હું ખૂબ જ સારી એક્ટ્રેસ છું. હું માત્ર કોમેડી જ નહીં ઈમોશનલ એક્ટિંગ પણ કરી શકું છું.

Loading...

જો કામની વાત કરવામાં આવે તો ભારતી પતિ સાથે ખતરો કે ખિલાડી-9માં જોવા મળશે. તાજેતરમાં જ ભારતી પતિ સાથે એરપોર્ટ પર જોવા મળી હતી. એક રિપોર્ટમાં એવું કહેવાયું છે કે તે ખતરો કે ખિલાડીમાં ભાગ લેવા માટે આર્જેન્ટિના જઈ રહ્યાં છે. નોંધનીય છે કે હર્ષ લિમ્બાચિયા સાથે ભારતીના લગ્ન 3 ડિસેમ્બર 2017માં થયાં હતાં.

Loading...