કલરફુલ કોકોનટ બૉલ

12 Sep, 2016

સામગ્રી

 ૧૦૦ ગામ સૂકા કોપરાનું છીણ

 પાંચ ચમચા કન્ડેસ્ડ મિલ્ક (ગળાશ મુજબ)

 ૩ ટીપાં લીલો કલર

 ૩ ટીપાં લાલ કલર

ગાર્નિશિંગ

 ચૉકલેટ વર્મિસેલી

રીત

એક બોલમાં કોપરાનું છીણ લઈ એમાં કન્ડેસ્ડ મિલ્ક નાખી મિક્સ કરી બે ભાગ કરવાના. એક ભાગમાં લીલો કલર મિક્સ કરવાનો અને બીજા ભાગમાં લાલ કલર મિક્સ કરી લેવાનો. લીલા કલરના બૉલ્સ વાળી લઈ લાલ કલરમાંથી થેપલી વાળી એમાં લીલા કલરના બૉલ ભરી કવર કરી લેવાનું. એવી જ રીતે લીલા કલરની થેપલી કરી લાલ કલરના બૉલ ભરી કવર કરી લેવાનું. પછી વચ્ચેથી કટ કરી ઉપર ચૉકલેટ વર્મિસેલીથી ગાર્નિશિંગ કરી સર્વ કરવું.

નોંધ

આ બૉલ્સ ફ્રિજમાં ૧૫ દિવસ સુધી રાખી શકાય.

 

- પાર્થવ ગાંધી

Source By : Gujarati Midday