કોલ્ડ્રીંકસ અને ચિપ્સ ખાઇને જિંદગી ગુજારી રહયો હતો આ છોકરો, અંબાણીની એવી નજર પડી કે આજે કરોડપતિ છે

29 Aug, 2018

 કહેવામાં આવે છે જયારે કિસ્મતમાં ન લખેલું હોય ત્યાં સુધી કંઇ નથી મળતું. મુંબઇમાં એક છોકરાની સાથે આવું જ થયું. છેલ્લી મુંબઇ ઇન્ડિયન્સને ઇશાનને ૬.૨૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો. આ સીઝન ઇશાનને મુંબઇ ઇન્ડિયન્સ માટે ત્રણ મેચમાં ૯૩ રનનું યોગદાન આપ્યું.

પત્રકારો સાથે ઇશાન કિશનના માતાપિતા અને કોચે ઇશાનના કેરીયર વિશે ખુલીને વાત કરી. સીનીયર ખેલાડીએ આપ્યો હતો સુજાવ. ઇશાનના પિતા પ્રણવ પાંડેએ જણાવ્યું કે જયારે ઇશાનને ઉત્તમજીની પાસે લઇને ગયા તો તેની સાથે બે-ત્રણ દિવસ સુધી રમ્યો. ત્યારપછી ઉત્તમજી (કોચ)એ કહયું તેને રમાડશે. કોઇ રમત છોડવાનું કહે તો છોડતો નહીં. આ ઇન્ડિયા માટે રમશે. સીનીયર ખેલાડીએ સુઝાવ આપ્યો હતો કે તે સારું રમે છે તેને રાંચી મોકલી દો.

ઇશાન કિશનની પ્રતિભા વિશે વાત કરતા તેના કોચે જણાવ્યું કે અંડર-૧૪ના બાળકને અમે ચાન્સ આપયો. રોજ ઉત્તમ મજમૂદાર, કિશાન કિશનને દરરોજ ર૦૦ બોલ રમાડતા હતા. કંઇ પણ ખોટું થવાથી ફીટકાર મળતી હતી. કિશનના કોચે એક ઘટનાનો ઉલ્લેખ કરતા કહયું કે, એકવાર એક ઝડપી બોલરનો બોલ તેના હેલમેટની અંદર ઘુસી ગયો અને તેનાથી ઇશાનના નાકમાં ઘણી ઇજા થઇ. એક સમય હતો જયારે તે ઘણો સંઘર્ષ કરી રહયો હતો અને એક નાના રૂમમાં રહેતો હતો.

ઇશાન કિશનની માંનું નામ સુચિત્રા સિંહ છે. પોતાના દીકરાની ઉપલબ્ધી અને ભૂતકાળના દિવસોને ઉલ્લેખ કરતા સુચિત્રાએ કહયું કે તે નાનપણથી જ ઘણો સાહસી હતો. કયારેય પણ તેને ઇજા થતી તો તે ત્યંથી હોસ્પિટલ ગયો અને ત્યાં ફરી પાછો બેટીંગ કરી. ચિપ્સ કોલ્ડ્રીંકસના સહારે રાત વિતાવી છે. ઇશાન કિશને પોતાના સંઘર્ષના દિવસો વિશે વાત કરી. ઇશાન કિશને પોતાની ડાઇટ વિશે વાત કરતા કહયુ્ર કે તે દિવસો ડાઇટની સાથે તે પ્રોબ્લેમ હતી કે એક દિવસ મેચ રમવો પડતો હતો અને બીજા દિવસ અભ્યાસ માટે યાત્રા કરવી પડતી. ઇશાન કિશને જણાવ્યું કે જયારે હું બિહાર તરફથી રમતો હતો, ત્યાં ઘણા કોચ હતા અને તેમણે મારા પિતાને કહયું હતું કે કંઇ પણ થઇ જાય આને ક્રિકેટ છોડવાનો ન કહેતા. એક સમય હતો જયારે અમે ઘણી યાત્રા કરતા હતા અને રાતના કોલ્ડ્રીંકસ અને ચીપ્સ ખાઇને સુઇ જતા હતા. પિતાના પુછવાથી ખોટું બોલી દેતા હતા.