મેચ દરમિયાન પ્રેક્ષકોનું મનોરંજન કરતી ચિયર્સ લીડર્સ ની દુનિયા કેવી હોઈ છે ?

06 Jul, 2018

ઘણાં લોકો માને છે કે આઈપીએલમાં ચીયરલીડર્સ રશિયાથી આવે છે, પરંતુ આ વાતમાં તથ્ય નથી.

 
મોટાભાગની ચીયરલીડર્સ યુરોપથી ભારત આવે છે.
 
ઑસ્ટ્રેલિયાથી આવેલાં કૈથરીને જણાવ્યું હતું કે તેઓ એક પ્રોફેશનલ ડાન્સર છે અને ઘણા દેશોમાં પરફોર્મ કરી ચૂક્યાં છે.
 

 
તેમણે વધુમાં કહ્યું,"ત્રણ વર્ષની ઉંમરથી જ મને ડાન્સમાં રસ હતો અને આ કારણે જ ધીમે ધીમે મને ચીયરલીડર્સના પ્રૉફેશન તરફ આકર્ષણ થવા લાગ્યું."અનેક લોકોને એ જાણવાની ઉત્સુક્તા હોય છે કે ચીયરલીડર્સનો પગાર શું હોય છે?
 
આ મામલે વાત કરવા અમે તેમની એજન્સીના એક કમર્ચારીનો સંપર્ક કર્યો હતો.
 
તેમણે અમને જણાવ્યું કે વિદેશથી ચીયરલીડર્સ વિવિધ એજન્સીઓ મારફતે આવે છે. આ એજન્સીઓ સાથે કરાર કરવામાં આવતો હોય છે.
 
તેમણે જણાવ્યું કે આઈપીએલમાં વિદેશી ચીયલરલીડર્સ દર મહિને 1500-2000 પાઉન્ડ એટલે લગભગ 1.80 લાખ રૂપિયા કમાતી હોય છે.
 
વળી અત્રે એ પણ નોંધવું રહ્યું કે યુરોપથી આવેલી ચીયરલીડર્સ અને કોઈ અન્ય દેશથી આવેલી ચીયરલીડર્સના પગારમાં તફાવત હોય છે.
 
પગાર વિશે અમે અભિપ્રાય માગ્યો તો દિલ્હી ડેરડેવિલ્સની ચીયરલીડર્સે કહ્યું કે તેઓ જેટલી મહેનત કરે છે અને તેઓ જે દેશથી આવે છે તે મુજબ પગારથી તેઓ અસંતુષ્ટ છે.
 
આઈપીએલના મેદાનમાં લોકો ખેલાડીઓની સાથે સાથે ચીયરલીડર્સને પણ જોવા માટે આવે છે.
 
મેદાન અને બેઠક વ્યવસ્થાની પાસે જ પર્ફૉમ કરતી ચીયરલીડર્સને શું દર્શકોની નજરો કે તેમના વર્તનથી પરેશાની થાય છે?
 
આ બાબત પર વાત કરતાં ડેન છે કે ભારતમાં આવીને તેમને ઘણું સારું લાગે છે. તેમને અહીં એક સેલિબ્રિટી જેવું લાગે છે. લોકો તેમના ઑટોગ્રાફ માગવા આવે છે.
 
અમે મહિલાઓ છીએ જેમનું પ્રૉફેશન ચીયરલીડિંગ છે. અમને સામાન્ય મહિલાઓ જેવી જ ગણવામાં આવે નહીં કે કોઈ અમારા શરીર પર ટિપ્પણી કરે.
 
ચીયરલીડર્સનું ચલણ અમેરિકામાં સૌથી વધુ પ્રસિદ્ધ છે. યુરોપમાં પણ તેનું ચલણ છે.
 
ખરેખર રસપ્રદ વાત એ છે કે ચીયરલીડિંગની શરૂઆત અમેરિકાની યુનવિર્સિટી ઑફ મિનિસોટામાં થઈ હતી.
 
તેની શરૂઆત કોઈ મહિલાએ નહીં પણ પુરુષે કરી હતી. તેમનું નામ જોન કેમ્પેબેલ હતું.
 
વળી તેમણે ચીયરલીડર્સની જે ટીમ બનાવી હતી તેમાં તમામ પુરુષો જ હતા.
 
જોકે, 1940 બાદ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન પુરુષોને યુદ્ધ માટે સરહદ પર જવું પડતું હતું.
 
આથી ત્યારબાદ મહિલાઓની ચીયરલીડર્સ તરીકે ભરતી થવા લાગી હતી.
 

Loading...

Loading...