આ છે અમિતાભ બચ્ચનની વાયરલ તસવીરનું સત્ય

14 Mar, 2018

 મંગળવારના બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની જોધપુરમાં તબિયત અચાનક બગડી ગઇ હતી.  બીજી તરફ સોશ્યલ મીડિયા પર એની એક તસવીર વાયરલ થઇ રહી છે. કહેવામાં આવે છે કે તેની આવનારી ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનની છે. અમે બતાવીએ આ તસવીરની સચ્ચાઇ શું છે.

હકીકતમાં આ ફોટો અમિતાભનો નથી. આ તસવીર તો એક અફઘાની રિફયુજી શાબુઝનો છે જેને જાણીતા ફોટોગ્રાફર સ્ટીવ મૈકકરીએ ગયા વર્ષે જાન્યુઆરીમાં લીધો હતો. આમાં કોઇ શક નથી કે આ બંદા બિલકુલ અમિતાભ જેમ નજર આવી રહયો છે.

તમને જણાવી દઇએ કે અમિતાભ આ દિવસો રાજસ્થાનના જોધપુરમાં યશરાજ ફિલ્મની ઠગ્સ ઓફ હિન્દુસ્તાનનું શુટીંગ કરી રહયો છે. મંગળવારના અમિતાભ બચ્ચનની તબિયત અચાનક બગડી ગઇ તો તેને મુંબઇ લઇ જવા માટે તૈયારી શરૂ થઇ ગઇ. તરત ચાર્ટડ પ્લેન બોલાવામાં આવ્યું. પરંતુ તે પાછા ગયા નહીં.