આ ગુફાની અંદર જવા પર ચારો ધામની યાત્રા થઇ જાય છે, પરંતુ ત્યાં જવું મુશ્કેલ

30 Jun, 2018

 ગુફાઓ ઘણી જોઇ હશે પરંતુ એક ગુફા એવી છે જયાં જઇને લોકો થોડીવાર માટે બહારની દુનિયાને એકદમ ભુલી જાય છે. આ ગુફા તમને વિચારવા પર મજબુર કરી દેશે કે શા માટે તેની અંદર એવું શું રહસ્ય છે. આવો તમને જણાવીએ તે રાઝ.

તમને જણાવી દઇએ કે ઉત્તરાખંડના કમાઉ મંડલમાં ગંગોલીહાટ વિસ્તારમાં આ રહસ્યમયી ગુફા બનેલી છે. આ ગુફાથી જોડાયેલી એવી માન્યતા છે જેનો ઉલ્લેખ ઘણા પુરાણોમાં પણ કરવામાં આવ્યો છે. આ ગુફા વિશે જણાવામાં આવે છે કે આ દુનિયાને સમાપ્ત થવા પર પણ રહસ્ય છુપાયેલું છે.
 

 

આ ગુફાને પાતાળ ભુવનેશ્ર્વરના નામથી જાણવામાં આવે છે. સ્કંદ પુરાણમાં આ ગુફાના વિષયમાં કહેવામાં આવ્યું છે કે તેમાં ભગવાન શિવનો નિવાસ છે. બધા દેવી-દેવતા આ ગુફામાં આવીને ભગવાન શિવની પુજા અર્ચના કરે છે. ગુફાની અંદર જવા પર તેનું કારણ પણ સમજમાં આવી જશે. ગુફામાં પહોંચતા જ થોડીવાર માટે તમે બહારની દુનિયાને બિલકુલ ભુલી જશો. ગુફાની અંદર એક અલગ જ દુનિયા વસેલી હોય છે.

ગુફાની અંદર જવા રસ્તા ઘણા સાંકળા છે. જમીનની અંદર આઠથી દસ ફુટ નીચે જઇને ગુફાની દિવાલો પર એવી આકૃતિઓ નજર આવવા લાગે છે જે જોઇને તમે હેરાન થઇ જશો. દિવાલો પર હંસ બનેલા છે જેના વિશે એ માનવામાં આવે છે કે આ બ્રહમાજીનું હંસ છે. ગુફાની અંદર એક હવન કુંડ પણ છે. આ કુંડ વિશે કહેવામાં આવે છે કે તેમાં જનમેજયના નાગ યજ્ઞ કર્યું હતું. જેમાં બધા સાપ બળીને ભષ્મ થઇ ગયા હતા.

 

 

સ્થાનીક લોકોનું તો એ પણ માનવું છે કે આ ગુફાની અંદર ચારો ધામની યાત્રા એકવારમાં જ થઇ જાય છે. પરંતુ ત્યાં સુધી પહોંચવું કઠિન છે. આ ગુફામાં ચાર ખંભા છે જે ચાર યુગો સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ થા કળીયુગને દર્શાવે છે. તમને જણાવી દઇએ કે કળીયુગનો ખંભા લંબાઇમાં મોટો છે અને તેના પર છતથી એક પિંડ નીચેની તરફ લટકેલુ રહે છે જેમાં એક રહસ્ય છુપાયેલું છે.