વધુ એક ફેમસ બૉલીવુડ એક્ટ્રેસ થઇ છે કાસ્ટિંગ કાઉચનો ભોગ, સામે આવ્યું નામ.

05 Jul, 2018

બોલિવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યુ કે તે પણ કાસ્ટિંગ કાઉચનો શિકાર બની હતી. સ્વરાએ જણાવ્યુ કે એક મીટિંગ દરમિયાન એક વ્યક્તિ તેની પાસે આવ્યો. તે પોતાને મોટા પ્રોડ્યુસરનો મેનેજર કહેતો હતો. તેણે મારા ઘરનુ સરનામુ પૂછ્યુ. એ વખતે તે વ્યક્તિએ કંઈક એવુ કર્યુ જે ખૂબ જ ચોંકાવનારુ હતુ. સ્વરા ભાસ્કરે આ વાતનો ખુલાસો ઈન્ડિયન એક્સપ્રેસની એક ઈવેન્ટ એક્સપ્રેસ અડ્ડામાં કર્યો. સ્વરાએ આ કાર્યક્રમ દરમિયાન ઘણા મુદ્દાઓ પર પોતાના મંતવ્યો રજૂ કર્યા. આ દરમિયાન તેણે કાસ્ટિંગ કાઉચ પર પોતાનો અનુભવ શેર કર્યો

 
સ્વરા ભાસ્કરે જણાવ્યુ કે મોટા પ્રોડ્યુસરનો મેનેજર ગણાવતા તે વ્યક્તિએ એક મીટિંગ દરમિયાન અચાનક મને મારા ઘરનું સરનામુ પૂછવાનું શરૂ કરી દીધુ. તેની સાથે મારી આ મુલાકાતમાં હું તેને ઓળખતી પણ નહોતી. એ વખતે હું તે મીટિંગમાંથી ઉઠી જવા માંગતી હતી. તે જ વખતે એ વ્યક્તિની હરકત વધી ગઈ. તેણે મારા કાન પર કિસ કરવાની કોશિશ કરી.
 

 
સ્વરા ભાસ્કરે જણાવ્યુ કે, "ત્યારબાદ પણ તે વ્યક્તિ સીધો ન રહ્યો. તેણે મને કહ્યુ, ‘આઈ લવ યુ બેબી'.
 
 
જ્યારે મે તેને દૂર હટાવવાની કોશિશ કરી તો તેણે મારા વાળને મોઢામાં લઈ લીધા. પોતાનો અનુભવ શેર કરતા સ્વરાએ પૂછ્યુ કે આ પ્રકારની વસ્તુઓ કાસ્ટિંગ કાઉચનો હિસ્સો જ છે ને?"
 

 
સ્વરા ભાસ્કરે ફેમિનિઝમ પર પણ પોતાની વાત મૂકી. તેણે કહ્યુ કે ફેમિનિઝમ એક વિચાર છે જે અંતર્ગત જેન્ડર્સમાં સમાનતા હોવી જોઈએ. તમને જણાવી દઈએ કે સ્વરા ભાસ્કરની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘વીરે દી વેડિંગ' એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી. ફિલ્મને ચારે તરફથી પ્રશંસા મળી રહી છે. વળી, ટ્વિટર પર ઘણા યુઝર્સે આના વિરોધમાં અભિયાન પણ ચાલુ કરી દીધુ છે. ફિલ્મમાં સ્વરા ભાસ્કરના માસ્ટરબેટ કરતા એક સીનને તેમણે ટ્રોલ કર્યુ છે. જો કે તેણે આ બધા ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે.