અંધારામાં સ્માર્ટફોનનો વધારે ઉપયોગ બનાવી શકે છે આંધળા

20 Aug, 2018

જો તમે પણ મોડી રાત સુધી સૂઇને સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો તો જલ્દીથી જ તમે તમારી આ આદતને બદલી નાંખો, નહીં તો તમારે તમારી આંખોની રોશની ગુમાવી પડશે. આવું અમે નથી કહી રહ્યા પરંતુ અમેરિકાની એક યૂનિવર્સિટીએ શોધમાં દાવો કર્યો છે. સ્માર્ટફોનમાંથી નિકળતી વાદળી લાઇટ પર એક શોધ કરી. જેમાં જાણવા મળ્યું કે સ્માર્ટફોનની વાદળી લાઇટ્સથી સતત નિકળતા નાના નાના મોલ્યૂક્યબલ્સ આંખોની રેટિનાના સેલ્સને ધીરે ધીરે નુકસાન પહોંચાડે છે. આટલું જ નહીં એનો લાંબા સમય સુધી ઉપયોગ કરવા પર કોઇ પણ વ્યક્તિને અંઘાપો આવી શકે છે. 

અમેરિકામાં ઝડપથી બ્લાઇડનેસના કેસોમાં વધારો થયો છે. જેનું મુખ્ય કારણ સ્માર્ટફોનથી નિકળતી વાદળી, સફેદ લાઇટથી આંખોના રેટિનામાં રહેલા ફોટોરિસેપ્ટર સેલ્સ મરતા જોવા મળ્યા. વાસ્તવમાં એને ફોટોરિસેપ્ટર સેલ્સ દ્વારા જ રેટિના પર પિક્ચર બને છે જેનાથી આપણે જોઇ શકીએ છીએ.યૂનિવર્સિટીના પ્રોફેસરોએ જણાવ્યું કે સ્માર્ટફોનથી નિકળતી વાદળી લાઇટ આંખોના રેટિનાને નુકસાન પહોંચાડે છે. પરંતુ આ વાતનું અમે સંશોધનમાં જાણ્યા કે કેવી થેરાપી અને હાઇ ડ્રોપ દ્વારા આંખોની રેટિનાને વાદળી લાઇટથી થતા નુકસાનને ઓછી અથવા ખતમ કરી શકાય છે.