૧૩૦૦૦નું ફ્રિજ માત્ર ૬૦૦૦ રૂપિયામાં, આ માર્કેટમાં અડધી કિંમતે મળે છે દરેક કંપનીના ફ્રિઝ

14 Jun, 2018

 ગરમીના વાતાવરણમાં ફ્રિઝ અને કુલર દરેક માણસની જરૂરત બની ચુકયું છે. ઠંડા પાણી રાખવું હોય કે તાજી શાકભાજી ફ્રિજ આજે આપણી રોજીંદી જરૂરિયાત બની ગયું છે.
ઉનાળામાં ફ્રિજની ડિમાન્ડ એમ પણ વધી જાય છે અને કંપનીઓ ગમે તે ભાવે તેને વેચીને પૈસા પણ કમાઇ છે પરંતુ ચોમાસુ નજીક આવતા ફ્રીઝ વગેરે વસ્તુ પર ડિસ્કાઉન્ટ શરૂ થઇ જાય છે.

પરંતુ આજે અમે તમને એવી માર્કેટ વિશે જણાવીશું, જયાંથી તમે કોઇપણ વાતાવરણમાં ફ્રિઝ ખરીદી શકીએ છીએ તે પણ એકદમ અડધી કિંમતે. સૌથી ખાસ વાત એ છે કે ફ્રિઝ લોકલ કંપનીના નહીં અને ન તો ઉપયોગ કરેલા. અહીં તમને સૈમસંગનું પ ડોરવાળું ફ્રિજ પણ ૭૫ હજાર રૂપિયામાં મળી જાય છે. માર્કેટમાં તેની કિંમત ૨.૩૦ લાખ રૂપિયા હોય છે.

દિલ્હીના મૌજપુરમાં આવેલા શાહદરા માર્કેટમાં કોઇપણ સિઝનમાં ફ્રિઝ સૌથી સસ્તા ભાવમાં મળી રહે છે. જેમ કે સેમસંગનું 5 ડોર ફ્રિઝની કિંમત બજારમાં 2.30 લાખમાં વેચાય છે તે જ ફ્રિઝ આ માર્કેટમાં માત્ર 75 હજારમાં મળી રહે છે. તો આવો જાણીએ કયા કારણથી આ માર્કેટમાં સૌથી સસ્તા ભાવમાં ફ્રિઝ મળે છે.

અહીં Whirlpool, Samsung, LG, Hitachi જેવી ઘણી બ્રાન્ડેડ કંપતિઓના ફ્રિઝ મળી રહે છે. ફ્રિઝની શરૂઆતી કિંમત 6 હજાર રૂપિયા હોય છે, અહીં 75 હજારથી 1 લાખ સુધીના ફ્રિઝ મળે છે. માર્કેટમાં સેમસંગનું જે ફ્રિઝ 13 હજારમાં મળે છે તેની કિંમત અહીં માત્ર 6000 હોય છે.

અહીં મળતા ફ્રિઝ સંપૂર્ણ રીતે ઓરિજનલ હોય છે, જોકે તેમા અમૂક ડિફેક્ટ હોઇ શકે છે. આ ડિફેક્ટ ફ્રિઝના કલરથી લઇ અંદરની એક્સેસરીઝમાં જોવા મળે છે. માર્કેટના દુકાનદાર ડાયરેક્ટ કંપનીમાંથી ફિઝ લાવે છે. ડિફેક્ટ હોવાના કારણે કંપની તેને સૌથી સસ્તા ભાવમાં આપી દે છે.

23 હજારનું ફ્રિઝ 13 હજારમાં મળે છે. 20 હજારનું ફિઝ 10 હજારમાં, 85 હજારનું ફ્રિઝ 38 હજારમાં, 95 હજારનું ફ્રિઝ 38 હજારમાં, 2.30 લાખનું ફ્રિઝ 75 હજારમાં

આ માર્કેટ દિલ્હીના મૌજપુરનું શહાદરા આવેલ છે. અહીં જવા માટે તમારે મેટ્રોનો સહારો લઇ શકો છો. જો તમે મેટ્રોથી જઇ રહ્યા છો તો તમારે સીલમપુર મેટ્રો સ્ટેશન ઉતરુ પડશે.  ત્યાંથી તમારે જમાલુ બાગ, મૌજપુર જવું પડશે, જ્યાં આ માર્કેટ આવેલું છે.